+

Surat: એક જ રાતમાં સળગી બે કંપનીઓ, લાખોનો સામાન બળીને ખાખ

Surat: રાજ્યમાં થોડા સમયથી અનેક આગની ઘટનાઓ સામે આવી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત જિલ્લા વધુ એક આગની ઘટના સામે આખી હતી. માંગરોળ તાલુકામાં એક જ…

Surat: રાજ્યમાં થોડા સમયથી અનેક આગની ઘટનાઓ સામે આવી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત જિલ્લા વધુ એક આગની ઘટના સામે આખી હતી. માંગરોળ તાલુકામાં એક જ રાત્રીમાં બે કંપનીમાં આગ લાગી હતી. આગ મેં પગલે બંન્ને કંપની માં મોટું નુકસાન થયું હતું.એક કંપનીમાં સોલાર પેનલમાં શોર્ટ સર્કિટના કારણે તેમજ અન્ય કંપનીમાં બોઇલર ફાટવાના કારણે આગ લાગી હતી. 7 જેટલી ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.

બોઇલરનો પાઇપ લીક થતા લાગી હતી આગ

સુરત જિલ્લાની જી.આઈ.ડી.સીમાં અવાર નવાર આગની ઘટના સામે આવતી હોય છે. મોડી રાત્રે અને વહેલી સવારે આગ એક જ રાત્રીમાં બે કંપનીમાં આગની ઘટના બની હતી. માંગરોળના પાલોડ અને માંગરોળ GIDC વિસ્તારમાં આગ ઘટના સામે આવી હતી. મોડી રાત્રે નવાપુરા જી.આઈ.ડી.સી આવેલ કરુણાનિધિ ટેક્સ નામની ડાઈગ મિલમાં આગ લાગી હતી. બોઇલરનો પાઇપ લીક થતા આગ લાગી હતી. જ્યારે વહેલી સવારે રામચંદ્રદયા ભાઈ ફેબ પ્રા લીમીટેડ કંપનીમાં આગ લાગી હતી. ટેરેસ પાર મૂકવામાં આવેલ સોલાર પેનલમાં કોઈક કારણસર આગ લાગી હતી.

માલ સમાન અને મશીનરીમાં આગ લાગી

નોંધનીય છે કે, જોત જોતામાં સોલાર પેનલમાં લાગેલ આગ ખુબ જ વિકરાળ બની ગઈ હતી. જેને પગલે કંપનીમાં મુકેલ માલ સમાન અને મશીનરીમાં આગ લાગી હતી. જેના પગલે તમામ માલ સમાન બળીને રાખ થઈ ગયો હતો. નોંધનીય છે કે, આગને પગલે કંપનીને લાખોનું નુકસાન થયું હોવાનું પણ અનુમાન થઈ રહ્યા છે.

7 જેટલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

મહત્વનું છે કે, આગ ખુબજ વિકરાળ હોવાને કારણે પાલોદ, સુમિલોન, સુઝેન, એસ.એમ.સી સહિત 7 જેટલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.કલાકોની ભારે જહેમત બાદ આગ કાબુ લીધી હતી અને કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. નોંધનીય છે કે, વિકરાળ આગની ઘટના કંપની સંચાલકોને મોટું નુકસાન પહોંચ્યું હતુ. ફાયરની તેમજ તંત્ર દ્વારા તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગના ચોક્કસ કારણો માટે તાપસ હાથધરી હતી.

અહેવાલઃ ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો: Surat: 14 વર્ષના તરૂણનું અકાળે મોત, સુરતના ભટાર વિસ્તારમાં બની હ્રદય કંપાવી દેનારી ઘટના

આ પણ વાંચો: Surat: ટેક્સટાઈલ માર્કેટને સીલ મારવા મુદ્દે હોબાળો, વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા

આ પણ વાંચો: Surat: ‘જાન દેંગે જમીન નહીં’ નવી વીજ લાઈનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

Whatsapp share
facebook twitter