+

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, ફાયર બ્રિગેડે સત્વરે આગ પર મેળવ્યો કાબુ

Ahmedabad: અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે સિવિલ હોસ્પિટલના 5મા માળે એસીના કોમ્પ્રેશરમાં આગ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, હોસ્પિટલના 5માં…

Ahmedabad: અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે સિવિલ હોસ્પિટલના 5મા માળે એસીના કોમ્પ્રેશરમાં આગ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, હોસ્પિટલના 5માં માળે એસીના કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. રાહતની વાત એ છે કે, આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તમને જણાવી દઇએ કે, ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીની સત્વરે આગ પર કાબુ મેળવી લીધો હતો.

આ ઘટનામાં કોઈ પણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી

મળતી જાણકારી પ્રમાણે આગ ફેલાય તે પહેલા જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જ્યારે ખુશીની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ પણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. નોંધનીય છે કે, રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અત્યારે લોકોમાં ભારે શોકનો માહોલ છે અને લોકો ડરેલા પણ છે. કારણ કે, હવે ગુજરાત આવી કોઈ વારદાત સહી શકે તેમ નથી. નોંધનીય છે કે, છેલ્લા 5 વર્ષોમાં ગુજરાતે આવી અનેક આગની ઘટના જોઈ છે, જેમાં નિર્દોષ લોકોના જીવ હોમાયા છે.

ફાયર બ્રિગેડે આગ ફેલાય તે પહેલા જ તેના પર કાબુ મેળવી લીધો

નોંધનીય છે કે, ફાયર બ્રિગેડ વિભાગને આગની જાણકારી મળતાની સાથે જ તે ઘટના સ્થળ પર હાજર થઈ ગઈ અને આગ ફેલાય તે પહેલા જ તેના પર કાબુ મેળવી લીધો છે. ઉલ્લેખનીય છે કે, જો આગ વધારે ફેલાઈ હોત તો અહીં પણ મોટી વારદાત થવા પામી હોત. પરંતુ સિવિલ અને ફાયર બ્રિગેડની કાર્યદક્ષતાના કારણે આગ કાબુમાં આવી ગઈ અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ સાથે સાથે કોઈ જાનહાનીના પણ સમાચાર સામે આવ્યા નથી, જે ખરેખર સારી વાત છે.

આ પણ વાંચો: Sabarkantha: ઇડરમાં ACBની સફળ ટ્રેપ, બે હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આ પણ વાંચો:  Education Department દ્વારા કરાયો આદેશ, સ્કૂલ વેન-રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર

આ પણ વાંચો:  Jamnagar: લાલપુર હાઈવે પર જોખમી સવારીનો વીડિયો વાયરલ, ગાડીની છત પર બેસાડ્યા પેસેન્જર

Whatsapp share
facebook twitter