+

Rajkot Gamezone : ” મારા 5 સગા હજું પણ મળતા નથી…મને મદદ કરો…”

Rajkot Gamezone : રાજકોટ ગેમઝોન (Rajkot Gamezone ) અગ્નિકાંડથી આખો દેશ હચમચી ગયો છે. અનેક કરુણાંતિકાઓ આ ઘટનામાં બહાર આવી છે અને હજી સુધી અનેક લોકોના પરિવારના સભ્યો ગુમ છે…

Rajkot Gamezone : રાજકોટ ગેમઝોન (Rajkot Gamezone ) અગ્નિકાંડથી આખો દેશ હચમચી ગયો છે. અનેક કરુણાંતિકાઓ આ ઘટનામાં બહાર આવી છે અને હજી સુધી અનેક લોકોના પરિવારના સભ્યો ગુમ છે અને તેમનો પતો મળતો નથી. રાજકોટના એક પીડિત ગઇ કાલ રાતથી તેમના 5 સગાને શોધી રહ્યા છે પણ તેમનો હજું સુધી પતો મળ્યો નથી.

પીડિતના 5 સગા મિસીંગ

રાજકોટ અગ્નિકાંડ બાદ લોકો સ્તબ્ધ થઇ ગયા છે. રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કરાયા છે ત્યારે ગિરિરાજ હોસ્પિટલની બહાર ગુજરાત ફર્સ્ટને એવા એક પીડિત મળી ગયા જે 12 કલાક પછી પણ તેમના સગાઓને શોધી રહ્યા છે. આ પીડિતના 5 સગા મિસીંગ છે

હજું સુધી 5 સગાની ભાળ મળી નથી

ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે મારા કાકાના દિકરા અને દિકરી બચી ગયા છે પણ બીજા 5 જણા મળતા નથી. અમે રાત્રે બહું શોધ્યા પણ મળતા નથી. ગઇ કાલે રાત્રે સાડા સાત વાગે મને ફોન આવ્યો કે આ લોકો ગેમઝોનમાં હતા અને ત્યારથી હું અને મારા પરિવારના બીજા સભ્યો તેમને શોધીએ છીએ પણ હજું સુધી 5 સગાની ભાળ મળી નથી. આ હોસ્પિટલમાં 2 જણા દાખલ છે. અમે અમારી રીતે શોધીએ છીએ.

ઘટનાના કસૂરવારોને કડકમાં કડક સજા થવી જોઇએ

તેમણે કહ્યું કે આ ઘટનાના કસૂરવારોને કડકમાં કડક સજા થવી જોઇએ. ફાંસીની જ સજા મળવી જોઇએ પણ ઘણા આવા બનાવો બન્યા છે પણ મને લાગે છે કે કાંઇ થશે નહી. અમે રાત્રે 4 વાગ્યા સુધી શોધખોળ કરી હતી.

આ પણ વાંચો— RAJKOT GAME ZONE TRAGEDY : હત્યાકાંડમાં 32 લોકો જીવતા હોમાયા! CM ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો— Rajkot Game Zone Tragedy : સુરત, રાજકોટ સહિત રાજ્યની તે મોટી દુર્ઘટનાઓ જેમાં નિર્દોશ લોકોએ ગુમાવ્યો જીવ

Whatsapp share
facebook twitter