+

12th Marksheet: વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત, 17 તારીખે કરવામાં આવશે માર્કશીટનું વિતરણ

12th Marksheet: ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામની વાત કરવામાં આવે તો અનેક જિલ્લાના પરિણામમાં ગત વર્ષ કરતા સુધારો…

12th Marksheet: ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામની વાત કરવામાં આવે તો અનેક જિલ્લાના પરિણામમાં ગત વર્ષ કરતા સુધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સારો એવો સુધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઇએ કે, ઘણા વર્ષોછી આ જિલ્લાનું પરિણામ નિરાશાજનક આવતું હોય છે, પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓએ સારી એવી મહેનત કરીને જિલ્લાનું પરિણામમાં સુધારો લાવ્યો છે.

17 મેના રોજ ધોરણ 12ના પરિણામની માર્કશીટનું વિતરણ

તમને જણાવી દઇએ કે, આગામી 17 મેના રોજ ધોરણ બારની બોર્ડની પરીક્ષાના પરિણામની માર્કશીટ (Marksheet)નું વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે, અત્યારે વિદ્યાર્થીઓ માર્કશીટ (Marksheet)ની રાહ જોઈને બેઠા છે. કારણ કે, વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પણ માર્કશીટની તાતી જરૂર પડતી હોય છે. જેથી જે વિદ્યાર્થીઓનું પરિણામ ખુબ જ સારૂ આવ્યું છે તેઓ માર્કશીટને લઈને વધારે ઉત્સાહીત જોવા મળી રહ્યા છે. જેથી તેમના માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. આગામી 17મેના રોજ બોર્ડની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાની પરિણામની માર્કશીટનું વિતરણ કરાશે

મળતી વિગતો પ્રમાણે સૌ પ્રથમ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાની પરિણામની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે, બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12ની માર્કશીટનું વિતરણ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, માધ્યમિક શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ આ બાબતે જાણ કરી દેવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે 15 મેના રોજ શાળાઓમાં માર્કશીટ પહોંચાડવામાં આવશે અને 17 મે ના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ આપી દેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓની આતુરતાનું અંત આવવાનો છે.

આ પણ વાંચો: Ahmedabad : ‘રક્ષક બન્યો ભક્ષક’ ! રાજસ્થાનથી ફરવા આવેલી યુવતી સાથે હોટેલમાં હોમગાર્ડે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં મોટો ખુલાસો! પોલીસની ટીમ નેપાળ જશે! જાણો કેમ?

આ પણ વાંચો: Raghavji Patel : કમોસમી વરસાદથી પાકને નુકસાન, કૃષિમંત્રીએ આપ્યા આ આદેશ

આ પણ વાંચો:  Jamnagar : જાણીતી શાળામાં બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે કર્યાં શારીરિક અડપલાં, પછી આપી આ ધમકી

Whatsapp share
facebook twitter