+

SURAT: ડાયમંડ બુર્સથી સુરતના હીરા ઉદ્યોગને મળશે વૈશ્વિક માર્કેંટ

ઇનપુટ–આનંદ પટણી, સુરત  શિકાગોના વિલિસ ટાવરનો રેકોર્ડ તોડશે ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડીંગ માપદંડથી તૈયાર પ્રોજેકટ બુર્સમાં 300, 500 અને 1000 સ્કવેર ફૂટની ઓફિસ 6 વર્ષમાં પૂર્ણ થયું ડાયમંડ બુર્સનું…

ઇનપુટ–આનંદ પટણી, સુરત 

શિકાગોના વિલિસ ટાવરનો રેકોર્ડ તોડશે ડાયમંડ બુર્સ
આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડીંગ માપદંડથી તૈયાર પ્રોજેકટ
બુર્સમાં 300, 500 અને 1000 સ્કવેર ફૂટની ઓફિસ
6 વર્ષમાં પૂર્ણ થયું ડાયમંડ બુર્સનું બાંધકામ
6 હજાર કારીગરો, 9 મહાકાય ક્રેઈનથી મદદથી બાંધકામ
10 હજારથી વધુ ટુ-વ્હીલરના પાર્કિંગની સુવિધા
એક જ સ્થળે 4500 ફોર-વ્હીલર પાર્કિંગ સુવિધા
વેપારીઓ માટે રહેવાની પણ સુવિધાનું આયોજન
સુરતના હીરા ઉદ્યોગને મળશે વૈશ્વિક માર્કેંટ
દુનિયાભરની ડાયમંડ કંપની ખરીદી માટે આવી શકશે

સુરતના ખજોદ વિસ્તારમાં તૈયાર થયેલું સુરત ડાયમંડ બુર્સ ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આવતીકાલે 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. આ વિશાળ ઇમારત 35.54 એકરમાં ફેલાયેલી છે અને 3400 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી છે. આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડીંગ માપદંડથી આ પ્રોજેકટ તૈયાર કરાયો છે જેમાં દુનિયાભરની ડાયમંડ કંપની ખરીદી માટે આવશે.

4200 વેપારીઓએ ભેગા મળીને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટને સાકાર કર્યો

આ ડાયમંડ બુર્સ સુરતના 4200 વેપારીઓએ ભેગા મળીને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટને સાકાર કર્યો છે. બુર્સમાં 300, 500 અને 1000 સ્ક્વેર ફીટની ઓફિસ બનાવામાં આવી છે. 4500 ઓફિસો અહીં એકબીજા સાથે જોડાયેલી છે. વિશ્વભરના ડાયમન્ડ, રો મટિરીયલની હરાજી, રફકામ, કટ એન્ડ પોલીશ ડાયમન્ડ સહિતની હાઇ વેલ્યુડ ગુડ્સનું અહીં ખરીદ વેચાણ થશે.

67000 લોકો કામ કરી શકે તેટલી ક્ષમતા

ડાયમન્ડ બુર્સમાં 67000 લોકો કામ કરી શકે તેટલી ક્ષમતા છે. હાઇ સિક્યોરીટી ચેકપોઇન્ટસ અને એન્ટ્રી ગેટ પક સ્કેનર લગાવામાં આવ્યા છે. દરેક ટાવરને દરેક ફ્લોરથી કનેક્ટ કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ, એક્સપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિઘા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બેંક અને રેસ્ટોરન્ટ અને ડાયમંડ લેબ તૈયાર કરાઇ છે.

11.25 લાખ સ્ક્વેર ફીટ એલિવેશન ગ્લાસ લગાવાયા છે

યુટિલિટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગ તૈયાર કરાઇ છે જ્યારે પ્રત્યેક ટાવર વચ્ચે 6 હજાર ચો.મી ગાર્ડન બનાવાયો છે. બિલ્ડીંગ બનાવામાં 54000 મે.ટન લોખંડના સળિયાનો ઉપયોગ કરાયો છે. જેમાં 5 લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે. 11.25 લાખ સ્ક્વેર ફીટ એલિવેશન ગ્લાસ લગાવાયા છે. બિલ્ડીંગમાં 12 લાખ રનીંગ મીટર, ઇલેકટ્રીકલ ફાઇબર વાયર અને ફાયર ફાઇટીંગની સુવિધા છે. અહીં 5 એન્ટ્રી, 5 એક્ઝીટ અને સાત પેડેસ્ટ્રીયન ગેટ છે.

ચાર લાખ કરોડનો વેપાર થશે

સુરતના હીરા ઉદ્યોગમાં હાલ 2 લાખ કરોડનો વેપાર થાય છે. ડાયમંડ બુર્સ સાકાર થતાં હવે તે વધીને ચાર લાખ કરોડ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટનો ફેબ્રુઆરી 2015માં શિલાન્યાસ થયો હતો અને આ પ્રોજેક્ટથી 1.5 લાખ લોકોને રોજગારી મળશે. સંકુલમાં 11 હજાર ટુ વ્હીલર અને 5100 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે અને 4 હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે.

આ પણ વાંચો—AMBAJI : ભારતના સૌથી નાની ઉંમરના IPS સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા

Whatsapp share
facebook twitter