+

RAM BHAKT : ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ

RAM BHAKT : સમગ્ર દેશમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Pran Pratishtha Mohotsav) ને લઇ દરેક હિંદુ આનંદની લાગણી અનુભવી રહ્યો છે. વર્ષો પછી હિંદુની આસ્થા અને પ્રતીક્ષાનો હવે અંત થઈ…

RAM BHAKT : સમગ્ર દેશમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Pran Pratishtha Mohotsav) ને લઇ દરેક હિંદુ આનંદની લાગણી અનુભવી રહ્યો છે. વર્ષો પછી હિંદુની આસ્થા અને પ્રતીક્ષાનો હવે અંત થઈ રહ્યો છે જથી દરેક ગામ અને ઘરે ઘરે દિવાળી જેવો માહોલ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાય એવા રામ ભક્તો છે જેઓ રામ માટે કેટકેટલીય પ્રતિજ્ઞા સાથે આજે પણ જીવી રહ્યા છે. મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના વાતની દેવસિંગભાઈ દલાભાલભાઈ માલીવાડે ૧૯૯૦ માં કારસેવકો સાથે કારસેવામાં ગયા હતા અને ત્યાના દ્રશ્ય જોઈ મન વિચલિત થયું કે ભગવાન રામનું ઘર નથી ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી કે ભગવાનના નવું ઘરનું નિર્માણ થશે તો હું મારી દાઢી, વાળ ઉતારીશ. આજે ૩૫ થી વધુ વર્ષોનો સંઘર્ષ પૂરો થતા દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે..

ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ તેવી પ્રતિજ્ઞા લીધી

પ્રાણ જાય પણ વચન ના જાયે ને ખરા અર્થમાં સાબીત કર્યું મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના વતની દેવસિંગભાઈ દલાભાલભાઈ માલીવાડે.. પોતાના જીવનના ૩૫ થી વધુ વર્ષો રામભક્તિ અને રામને સમર્પિત છે. તેઓ ૧૯૯૦ માં કારસેવકો સાથે ૩૫ વર્ષની ઉંમરે અયોધ્યા ગયા હતા. તેમની સાથે આજુબાજુ ગામના ચાર યુવાનો તેમજ નંદુમહારાજ તેમજ કોઠારીબંધુ સાથે હતા. અયોધ્યા ગયા ત્યાં અનેક સંતો મહંતો ઉપસ્થિત હતા ત્યાં ગોળીબારમાં કોઠારીબંધુનું અવસાન થયું. તેમણે ૧૦ દિવસ જેલવાસ કર્યો. ત્યાના દ્રષ્યો જોઈ તેમણે ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ તેવી પ્રતિજ્ઞા લીધી હતી.

માતા-પિતાના અવસાન સમયે પણ વાળ ના ઉતાર્યા

ભગવાન રામે પોતાના વચન પાલનમાં અયોધ્યાનું રાજ મુકી 14 વર્ષનો વનવાસ લીધો હતો ત્યારે ભગવાન રામના વચનો સાથે અને તેમના પથ પર ચાલનારા દેવસિંગભાઈ માલીવાડ પ્રાણ જાય પણ વચન ન જાય તે જ રીત સાથે આજે પણ મક્કમ રીતે પોતાના 35 વર્ષના બલિદાન સાથે વાળ નથી ઉતાર્યા. અનેક એવા પ્રસંગો બન્યા જેમાં દેવસિંગભાઈ વિચલિત થતા પણ તેમણે પોતાના વચન અને ભગવાન રામને પ્રથમ રાખ્યા. તેમના માતા-પિતા મૃત્યુ થયા ત્યારે અનેક લોકોએ તથા સમાજના અગ્રણીઓએ તેમને સમજાવ્યા કે હિંદુ રીતે રિવાજ મુજબ મુંડન કરાવવું અને સુતક ઉતારવું એક પરંપરા છે જે પુત્રએ કરવી પડતી હોય છે. જો કે દેવસિંગભાઈએ ના તો માથાના વાળ ઉતાર્યા, ના તો દાઢી મૂછ કઢાવી.

હવે ગામેગામ જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે

આજે જ્યારે ભગવાન શ્રીરામનું મંદિર હવે તૈયાર થઈ ગયું છે ત્યારે દેવસિંગ કાકા હવે અયોધ્યા જઈ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે. બીજી તરફ ગામના લોકો પણ દેવસિંગભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા છે. દેવસિંગભાઈ આજે દેવસિંગભાઈ મહારાજ તરીકે ઓળખાય છે . તેઓ હવે ગામેગામ જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે

આ પણ વાંચો—RAMAYAN SERIAL નું શૂટિંગ ક્યાં થયું હતું ? જાણો આજે ત્યા કેવો છે માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ— હસમુખ રાવલ, મહિસાગર

Whatsapp share
facebook twitter