+

તબિયત ખરાબ હોવા છતાં Shah Rukh Khan એ શું કર્યું..?

Shah Rukh Khan : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાયેલી IPL ની Qualifier 1 મેચ બાદ બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને ડિહાઇડ્રેશન થતાં શહેરની પ્રતિષ્ઠિત…

Shah Rukh Khan : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાયેલી IPL ની Qualifier 1 મેચ બાદ બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને ડિહાઇડ્રેશન થતાં શહેરની પ્રતિષ્ઠિત KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતા શાહરૂખ ખાનની હાલ સારવાર ચાલી રહી છે અને આજે બપોરે 3 વાગ્યા બાદ તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા છે ત્યારે તબિયત ખરાબ હોવા છતાં શાહરુખ ખાને પોતાના એક વિકલાંગ ફેનને ગળે મળીને તેની સાથે ફોટો પડાવ્યો હતો. જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

તબિયત ખરાબ હોવા છતાં તેઓ પોતાની રાહ જોઇ રહેલા વિકલાંગ ફેનને મળ્યા

કિંગ ખાન રાહુલ ગાંધીની બુધવારે તબિયત બગડી હતી. તેમને ડિહાઇડ્રેશન થયું હતું.જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે શાહરુખ ખાનની તબિયત ખરાબ હોવા છતાં તેઓ પોતાની રાહ જોઇ રહેલા વિકલાંગ ફેનને મળ્યા હતા. તેમણે પોતાની તબિયતને અવગણીને પોતાના ફેનને નિરાશ થવા દીધો ન હતો અને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.

વિકલાંગ ફેન સાથે ફોટો પડાવ્યો

વીડિયોમાં જોવા મળે છે કે શાહરુખ જ્યારે પસાર થતા હતા ત્યારે રસ્તામાં વિકલાંગ ફેન તેમની રાહ જોઇ રહ્યો હતો. શાહરુખ તેને જોતાં જ ઉભા રહી ગયા હતા અને થોડી મિનીટો તેમની સાથે વાતચીત કર્યા બાદ તેને ગળે મળ્યા હતા અને ફોટો પડાવ્યો હતો.

આજે બપોર પછી તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા

ઉલ્લેખનિય છે કે હીટ સ્ટ્રોકના કારણે ડિહાઇડ્રેશન થતાં શાહરુખને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે અને આજે બપોર પછી તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો—- Shah Rukh Khan : કિંગ ખાન અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો— SRK ની હેલ્થ વિશે જુહી ચાલવાએ આપી આ મોટી અપડેટ, જાણો શું કહ્યું..

Whatsapp share
facebook twitter