+

Dahod: નકલી કચેરી કૌભાંડ! પોલીસે 3434 પાનાની ચાર્જશીટ દાખલ કરી

Dahod Fake Office Scam: ગુજરાતમાં અત્યારે અનેક કૌભાંડના મામલા સામે આવતા હોય છે. દાહોદમાં નકલી કચેરીના કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે દાહોદ પોલીસે 3434 પાનાની…

Dahod Fake Office Scam: ગુજરાતમાં અત્યારે અનેક કૌભાંડના મામલા સામે આવતા હોય છે. દાહોદમાં નકલી કચેરીના કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે દાહોદ પોલીસે 3434 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 7 બેન્કના 200 સ્ટેટમેન્ટ સામેલ પણ સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે કે, તપાસમાં નકલી બાબુઓએ 100 નહીં 121 કામ મંજૂર કરાવ્યા હતા. આ સાથે આ નકલી કચેરીમાં 18.59 કરોડનું કૌભાંડ વધીને 25 કરોડને પાર થયુ હોવાનું સામે આવ્યુ હતું.

સરકારી ચોપડે કરવામાં આવેલ મોટું ઘટસ્ફોટ

ઉલ્લેખનીય છે કે, દાહોદમાં સરકારી ચોપડે કરવામાં આવેલ મોટું ઘટસ્ફોટ સામે આવ્યું હતું. દાહોદ (Dahod)ની પ્રયોજના વહીવટદાર કચેરીમાંથી પણ મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત અને અબુબકરની ટોળકીએ છ નકલી કચેરી તૈયાર કરી હતી. આ કચેરી દ્વારા સરકાર પાસે 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે દાહોદમાં A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. ત્યાર બાદ પોલીસ તપાસમાં આરોપી સંદીપ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આરોપીને દાહોદની કોર્ટમાં રજૂ કરાતા 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસ તપાસ દરમિયાન તત્કાલિન પ્રાયોજના વહીવટદાર નિવૃત્ત આઈએએસ બીડી નિનામાની ધરપકડ બાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર આઈ એન કોલછાની પણ ધરપકડ કરાઇ હતી. ત્યારે તપાસ દરમિયાન દાહોદની પ્રાયોજના વહીવટદારની કચેરીમાં ફરજ બજાવતા બી ડી નિનામાના પીએ મયુર પરમાર, પ્રાયોજના કચેરીના આસીસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર પુખરાજ રોઝ, પ્રાયોજના કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, જુનીયર ક્લાર્ક ગિરીશ પટેલ અને આસી પ્રોજેકટ મેનેજર સતિષ પટેલ કુલ પાંચ લોકોની સંડોવણી સામે પોલીસે ધરપકડ કરવામાં આવી હતીં.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: સ્માર્ટ સિટી વડોદરામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, શિયાળામાં કીચડ જેવા દ્રશ્યો

Whatsapp share
facebook twitter