+

Congress : અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરો…!

Congress : રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત કોંગ્રેસે (Congress) આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલામાં ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ…

Congress : રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત કોંગ્રેસે (Congress) આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલામાં ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી ના થાય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ લડત આપશે.

મને અફસોસ છે કે સુરતની ઘટના પછી પણ કોઇ બોધપાઠ લેવાયો નથી

રાજકોટમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. તેમની સાથે કોંગ્રેસ અગ્રણી અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ હાજર હતા. શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ઘટનામાં 33 વ્યક્તિના મોત થયા છે અને કોંગ્રેસ અને મને આ વાતનું દુઃખ છે. પથ્થર દિલ પણ રડી પડે તેવી સ્થિતી છે. સમગ્ર મામલે સુરક્ષાની જવાબદારી સરકારની છે તેવો આરોપ લગાવતાં શક્તિસિંહે કહ્યું કે મને અફસોસ છે કે સુરતની ઘટના પછી પણ કોઇ બોધપાઠ લેવાયો નથી.

સુરતની ઘટનામાં કોઇને હજું પણ ન્યાય મળ્યો નથી

તેમણે કહ્યું કે સુરતની ઘટનામાં કોઇને હજું પણ ન્યાય મળ્યો નથી. આશા રાખીએ કે રાજકોટમાં પરિવારોને ન્યાય મળે. મોરબીનો પૂલ પણ તુટ્યો તો જવાબદારી કોની હતી. બરોડાની ઘટનાની જવાબદારી કોની તે સવાલ તેમણે પુછ્યો હતો.

ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ

શક્તિસિંહે કહ્યું કે સરકાર નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરે તે કેટલું વ્યાજબી છે. તેમણે આ સમગ્ર કેસમાં ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને જો કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી કોંગ્રેસ લડત આપશે તેમ જણાવ્યું હતું. તેમણે ફરિયાદમાં ઉચ્ચ અધિકારીઓના નામ ઉમેરવા માગ કરી હતી.

કલેકટર, કમિશનર, એસપી સહિતના અધિકારીઓ ત્યાં ગયા હતા

તેમણે કહ્યું કે કલેકટર, કમિશનર, એસપી સહિતના અધિકારીઓ ત્યાં ગયા હતા. રાજકોટમાં ખૂણે ક્યાંક ચાલે એ સમજી શકાય પણ છડેચોક મંજૂરી વગર ચાલે એ કેમ ?? તેમણે ભાજપના નેતાઓની તસવીર રજૂ કરીને આરોપ લગાવ્યો કે મેયર ત્યાં ગયા હતા. ભાજપના મહામંત્રી અને ભાજપની ટીમ ત્યાં ગઇ હતી.

રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવાની માગ

અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એસઆઇટીની ટીમમાં બિન સરકારી લોકોનો પણ સમાવેશ કરો. તેમણે રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા અંગે એક કમિટી બનવી જોઇએ.

આ પણ વાંચો— રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી રાહુલ રાઠોડની ધરપકડ

 

 

Whatsapp share
facebook twitter