+

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રી દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપનો પ્રારંભ

અહેવાલ—-સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રી દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપનો પ્રારંભ મગફળી સંશોધન સાથે જોડાયેલા ભારતના 150 વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે કૃષિ યુનિના ઓડીટોરીયમ હોલ ખાતે વર્કશોપનો…
અહેવાલ—-સાગર ઠાકર, જૂનાગઢ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રી દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપનો પ્રારંભ
મગફળી સંશોધન સાથે જોડાયેલા ભારતના 150 વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે
કૃષિ યુનિના ઓડીટોરીયમ હોલ ખાતે વર્કશોપનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરાઈ
સંશોધન થકી મગફળીનું ઉત્પાદન બમણું થયું, નિકાસ વધી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રી દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપનો પ્રારંભ થયો છે.આ વર્કશોપમાં મગફળી સંશોધન સાથે જોડાયેલા ભારતના 150 વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્ર અને મગફળી સંશોધન નિર્દેશાલય આઈ.સી.એ.આર. જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપ યોજાઈ રહ્યો છે.  આ કાર્યશાળામાં મગફળી અખતરાના પરિણામો, મગફળીની નવી જાતો તેમજ મગફળીના ઉત્પાદન વધારવા માટેના પરિબળોની ચર્ચા વિચારણા કરી પરિણામોના તારણ કાઢવામાં આવશે અને તેને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે.
9 રાજ્યોના 21 સંશોધન કેન્દ્રોના 150 જેટલા વૈજ્ઞાનિકો ભાગ લીધો
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ ઉત્પાદન થાય છે, ત્યારે મગફળીના ઉત્પાદનને વધુ વેગ આપવા માટે અને નવા સંશોધનના માધ્યમથી ખેડૂતોની આવક વધારવા માટેના ત્રિ દિવસીય એન્યુઅલ ગ્રાઉન્ડનટ વર્કશોપનો કૃષિ યુનિ ખાતે પ્રારંભ થયો હતો. આ કાર્યશાળામાં 9 રાજ્યોના 21 સંશોધન કેન્દ્રોના 150 જેટલા વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. જે મગફળીના પાકના જુદા જુદા પરિબળોના સંદર્ભે વિચારોની આપ લે કરશે.
4 હજાર કરોડથી વધુની મગફળીની નિકાસમાં વધારો
આઈસીએઆર, ડીજીઆર વગેરે સંસ્થાઓના સંશોધન અને ટેકનોલોજીના માધ્યમથી મગફળીમાં અફલટોક્સિનના લેવલને ઘટાડવામાં સફળતા મળી છે. જેથી મગફળીના ઉત્પાદનમાં બમણો વધારો થયો છે અને 4 હજાર કરોડથી વધુની મગફળીની નિકાસમાં વધારો થયો છે, દેશમાં થતાં અદ્યતન સંશોધનના કારણે મગફળીનુ બમણું ઉત્પાદન કરવામાં સફળતા મળી છે. 1970 પહેલાં મગફળીની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા 6 થી 7 હજાર કિલોની હતી. જે વર્ષ 2021-22 માં વધીને 18 હજાર કિલોએ પહોંચી છે. ઉપરાંત તેલીબીયા પોકોમાં 25 થી 30 ટકા યોગદાન મગફળીનું છે, તેથી મહત્તમ તેલની ટકાવારી ધરાવતા મગફળીના પાકનો કોઈ વિકલ્પ નથી. મગફળીના ઉત્પાદનમાં બાધારૂપ પરીબળોમાં બિયારણ ની નીચી ગુણવત્તા, દર વર્ષે એક જ બિયારણ નુ વાવેતર, સીડ રિપ્લેસમેન્ટ રેશ્યો વગેરે છે, ત્યારે તેના ઉપાયો અને રોગ વ્યવસ્થાપન અંગે પણ આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવ્યું.
રાજ્યમાં 20 લાખ હેક્ટરમાં મગફળીનું ઉત્પાદન
હાલના સમયમાં જે રીતે હવામાનમાં બદલાવ આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને મગફળીની નવી જાતો નું સંશોધન કરવામાં આવી રહ્યું છે. મગફળી સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે. રાજ્યમાં 20 લાખ હેક્ટરમાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે આ પાકના માધ્યમથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય અને ઓછા ખર્ચે ખેડૂતોને શ્રેષ્ઠ ટેકનોલોજી મળી રહે તે દિશામાં પણ કામ કરવામાં આવી રહ્યું છે. કૃષિ યુનિ ખાતે આ વર્કશોપમાં મગફળીની વિવિધ જાતો પ્રદર્શિત કરવામાં આવી હતી સાથે મગફળીમાં આવતાં રોજ જીવાત પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને મગફળીના પાકમાં ઉપયોગી એવા ખેત ઓજારોનું પ્રદર્શન પણ યોજાયું હતું જેમાં મગફળીના પાક અને ઉત્પાદન સંબંધિત વિવિધ ઓજારો અને તેના ઉપયોગો વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો–સુરતમાં ચોરી કરીને ફરાર થયેલો આરોપી 11 વર્ષે ઝડપાયો

Whatsapp share
facebook twitter