+

Junagadh : જૂનાગઢમાં ભારે વરસાદને લઈ જાહેરનામું, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ

જુનાગઢમાં પુરની સ્થિતિ સર્જાયા બાદ ભારે તારાજી સર્જાય છે. અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ગાડીઓ અને ઢોરઢાંખર પાણીમાં તણાયા છે અને અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત…

જુનાગઢમાં પુરની સ્થિતિ સર્જાયા બાદ ભારે તારાજી સર્જાય છે. અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ગાડીઓ અને ઢોરઢાંખર પાણીમાં તણાયા છે અને અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત છે ત્યારે બીજી તરફ ભારેથી અતિભારે વરસાદના કારણે જુનાગઢમાં બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે. જિલ્લા કલેક્ટરે કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

notification of Junagadh Collectors

જુનાગઢમાં 144 લાગૂ

જુનાગઢમાં ભારે વરસાદની સ્થિતિને જોતા મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે પહોંચી રાજ્યમાં પડી રહેલા વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાહત બચાવ કામગીરી માટેના આદેશ આપ્યા હતા. જૂનાગઢમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની 6 ટીમો દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા 4 લોકોને બચાવાયા હતા જ્યારે 54 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

હવામાન વિભાગનું એલર્ટહવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યા છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ, કચ્છ, જૂનાગઢ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૂરત, નવસારી, આણંદ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

Rain in Gujarat

ભક્તની આસ્થાને સમ્માન આપી પોલીસે પોતાની ફરજ બજાવી

ગઇકાલે મૂશળધાર વરસાદમાં પોલીસ જવાનોએ જીવ જોખમમાં મૂકીને બચાવકાર્ય હાથ ધર્યું હતું. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એક ભક્તની આસ્થાને ઠેસ ન પહોંચે એટલે તેમની સાથે માતાજીની મૂર્તિનું પણ જૂનાગઢ પોલીસના જવાનો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મહિલાએ પોતાની સાથે માતાજીની મૂર્તિ પણ સાથે લેવા કહ્યું હતું. મહિલાની આસ્થા જોઇ જવાનોએ મહિલાની સાથે એ મૂર્તિને પણ કેડસમા પાણીમાંથી રેસ્ક્યૂ કરીને લાવ્યા હતા.

ક્યાં-કેટલો વરસાદ?

ગઈકાલે અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદના સરખેજ, પ્રહલાદનગર, પકવાન, રામદેવનગર, થલતેજ,શ્યામલ,ગોતા, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢમાં પોણા 10 ઈંચ વરસાદ નોંધાયો હતો.

  • ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ
  • ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વિસાવદરમાં
  • વિસાવદરમાં અત્યાર સુધીમાં 79 ઈંચ વરસાદ ખાબક્યો
  • સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં વરસાદ
  • જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 56 ઈંચ વરસાદ ખાબક્યો
  • ભરૂચના આમોદમાં સૌથી ઓછો 6 ઈંચ વરસાદ
  • સૌથી વધુ કચ્છમાં 124.5 ઈંચ, સૌરાષ્ટ્રમાં 99.9 ટકા વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં 58.7, દક્ષિણમાં 54.1 ટકા વરસાદ
  • સૌથી ઓછો મધ્ય પૂર્વ ગુજરાતમાં 53 ટકા વરસાદ
  • ગુજરાતના 6 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો
  • 4 જિલ્લામાં 76થી 100 ટકા, 13 જિલ્લામાં 51થી 75 ટકા વરસાદ
  • 9 જિલ્લામાં 26થી 50 ટકા સુધીનો વરસાદ નોંધાયો

આ પણ વાંચો : CM BHUPENDR PATEL એ જુનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter