+

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, શું આજે બનશે આંદોલનની અંતિમ રાત?

રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha Seat) પરથી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) આવતી કાલે નામાંકન પત્ર ભરવાના છે. તે પહેલા ક્ષત્રિય આંદોલન (Kshatriya Protest) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર (Big…

રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha Seat) પરથી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) આવતી કાલે નામાંકન પત્ર ભરવાના છે. તે પહેલા ક્ષત્રિય આંદોલન (Kshatriya Protest) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર (Big News) સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર, ક્ષત્રિય આંદોલન પૂર્ણ થવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે.

ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર

પરશોત્તમ રૂપાલા આવતી કાલે જ્યારે લોકસભાની રાજકોટ બેઠક પરથી પોતાનું નામાંકન પત્ર ભરવાના છે તે પહેલા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો સૌથી  મોટો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિવાદમાં ઘીના ઠામમાં ઘી પડે તેવી બંને પક્ષે તૈયારીઓ થઇ રહી છે. મહત્વનું છે કે, છેલ્લા 1.30 કલાકથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને અતિ મહત્વની બેઠક ચાલી રહી છે. જીહા, બંધ બારણે બેઠકમાં સુખદ અંત આવે તેવા અણસાર મળી રહ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર છે. આ બેઠક માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરતથી ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. બીજી તરફ ગોતામાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે. છેલ્લા 2 કલાકથી સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે. જણાવી દઇએ કે, આ પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ કહ્યું હતું કે, અમે આ આંદોલનો સુખદ અંત આવે તેવી તૈયારીઓ કરી રહ્યા છીએ. હાલમાં ચાલી રહેલી બંને બેઠકમાં ક્ષત્રિય આંદોલનને લઇને મોડી રાત સુધીમાં કોઇ રસ્તો નીકળે તેવી શક્યતાઓ છે. આ દિશામાં જ હાલમાં બેઠકોનો દૌર ચાલી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

  • ક્ષત્રિય આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર
  • મુખ્યમંત્રી નિવાસ સ્થાને મહત્વની બેઠક
  • છેલ્લા 1.30 કલાકથી મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે ચાલી રહી છે બેઠક
  • બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી હાજર
  • પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતથી બેઠક માટે ગાંધીનગર પહોંચ્યા
  • બીજી બાજુ ક્ષત્રિય સમાજ ની સંકલન સમિતિની મળી બેઠક
  • ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે સંકલન સમિતિની બેઠક
  • છેલા 2 કલાકથી સંકલન સમિતિની ચાલી રહી છે બેઠક
  • બંને બેઠકમાં ક્ષત્રિય આંદોલનને લઈને મહત્વની ચર્ચા
  • મોડી રાત સુધીમાં આંદોલન અંગે કોઈ રસ્તો નીકળે તેવી શક્યતાઓ

આવતી કાલે પરશોત્તમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ

ઉલ્લેખનીય છે કે, રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા જંગી જનસભાને સંબોધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેદવારી ફોર્મ (nomination form) ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) બહુમાળી ચોક ખાતે જનસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ-શો પણ યોજશે.

વધુ માહિતી માટે નીચે આપેલા વીડિયોને જોઇ શકો છો…

આ પણ વાંચો – GUJARAT BJP : પીએમ મોદીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધી

આ પણ વાંચો – Parshottam Rupala : આવતીકાલે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, અહીં યોજાશે જંગી સભા અને રોડ શૉ

Whatsapp share
facebook twitter