+

અમદાવાદ સોલા સિવિલમાં રક્તદાન થકી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

અમદાવાદની સોલા CIVIL હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંકમાં મહિલા કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા રકતદાન કરીને ઉજવણી કરવામાં આવી હતી. રક્તદાન (BLOOD…

અમદાવાદની સોલા CIVIL હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંકમાં મહિલા કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા રકતદાન કરીને ઉજવણી કરવામાં આવી હતી. રક્તદાન (BLOOD DONATION) કરનારને પ્રોત્સાહક કીટ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું હતું.

બ્લડ બેન્કના કર્મચારી-સ્ટાફ દ્વારા રક્તદાન

સોલા સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં રક્તદાન કેમ્પમાં એચઓડી ડૉ. જીજ્ઞાસા ભાલોડિયા, બ્લડ બેન્ક ઈન્ચાર્જ ડૉ. હિમાની પટેલ, ડૉ. કિનારા પટેલ, ડૉ. મેહૂલ અને ડૉ. પિયૂષ પટેલ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓને રક્તની સુવિધા પુરી પાડવામાં આવે છે. સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરીને બ્લડ એકત્ર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રક્તદાન કેમ્પ થકી મહિલાઓમાં રક્તદાન માટે જાગૃતિ કેળવાય તે માટેનો પ્રયાસ કર્મચારી-સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યો હતો. વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટેની અપીલ પણ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની 2024ની થીમ

આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કેમ્પેઇન થીમ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન (Inspire Inclusion) છે. Inspire Inclusion એટલે મહિલાઓના મહત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા. આ થીમનો અર્થ એ પણ છે કે મહિલાઓ માટે એવા સમાજની રચનાને પ્રોત્સાહન આપવું કે જ્યાં મહિલાઓ પોતાને જોડાયેલી અનુભવી શકે અને સશક્તિકરણનો અનુભવ કરી શકે. જો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં જેમ કે કોઈ કંપનીમાં કોઈ મહિલા ન હોય, તો ઈન્સ્પાયર ઈન્ક્લુઝન ઝુંબેશનો ઉદ્દેશ્ય એ પૂછવાનો છે કે મહિલાઓ ત્યાં કેમ નથી. જો મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ થતો હોય તો તે ભેદભાવને સમાપ્ત કરવો જરૂરી છે. જો મહિલાઓ સાથે સારો વ્યવહાર કરવામાં ન આવે તો તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે અને દરેક વખતે આવું કરવું જરૂરી છે. અને આ જ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન (Inspire Inclusion) છે.

શા માટે માત્ર 8 માર્ચે જ મહિલા દિવસ ઉજવાય છે?

ક્લારા જેટકિનને વર્ષ 1910માં વૈશ્વિક સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે ક્લારા યુરોપિયન દેશ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહી હતી. ત્યાં હાજર તમામ મહિલાઓએ તેમનું સમર્થન કર્યું અને વર્ષ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી 1975માં સંયુક્ત રાષ્ટ્રે સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે 8 માર્ચની તારીખ નક્કી કરી હતી

Whatsapp share
facebook twitter