+

CABINET MINISTER: ગુજરાતના ચાણક્ય સી.આર.પાટીલને મળ્યું જળશક્તિ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

CABINET MINISTER:  નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ…

CABINET MINISTER:  નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ વખતે કેબિનેટ મંત્રાલયમાં સી.આર પાટીલને પણ મંત્રાયલ આપવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સી.આર પાટીલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સી.આર. પાટીલને જળ શક્તિ મંત્રાલયના મંત્રી (MINISTER) બનાવવામાં આવ્યા છે.  આ સાથે અમિત શાહને ફરી ગૃહમંત્રી (MINISTER) બનાવામાં આવ્યા છે. અન્ય મંત્રી પદની વાત કરવામાં આવે તો એસ. જયશંકરને વિદેશ મંત્રી (MINISTER) બનાવવામાં આવ્યા છે.

2008 બાદ નવસારી બેઠક અમલમાં આવી

નવસારી લોકસભા બેઠક 2008માં થયેલા મતક્ષેત્રના નવા સિમાંકન બાદ અમલમાં આવી છે. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા હતા. 2019માં અહીંથી કોંગ્રેસે કોળી કાર્ડ ખેલ્યુ હતુ. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે. આથી કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. 2019ની ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા.

નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી

નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી. સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મીની ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ છે.

જાણો કોણ છે સી.આર.પાટીલ

સતત ચોથી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી બેઠક માટે સી.આર.પાટીલ પર ભરોસો મૂક્યો હતો. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ લિસ્ટમાં નવસારી લોકસભા બેઠક પરથી ફરી એક વખત સીઆર પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેઓ નોન ગુજરાતી ભાજપના પ્રદેશ પ્રમુખ છે. નવસારી બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ છે . 2014 અને 2019માં તેઓ સૌથી વધુ માર્જિનથી જીતી હોવાને કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા. 2019માં, તેમણે 689,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું. 2014માં, તેઓ 5,58,116 મતોના વિક્રમી માર્જિનથી ચૂંટાયા હતા, જે સમગ્ર ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર હતા જ્યારે વર્ષ 2009માં તેઓએ 4,23,413 મતો મેળવ્યા હતા.

સી.આર.પાટીલનો સભ્યાસ

સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો. કોન્સ્ટેબલથી સાંસદ સુધીની સફર એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. પાટીલે શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો.

પોલીસ વિભાગ માટે યુનિયન બનાવ્યું પાટીલે

વર્ષ 1975માં પિતા અને અનેક લોકોને જોઈને પાટીલ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સી આર પાટીલ ખાસ કરીને પોલીસ વિભાગને સંગઠિત કરવા માટે બનાવવામાં આવેલા યુનિયન માટે પણ જાણીતા છે.પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું નહીં. તે મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતાં.

સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત

સી.આર.પાટીલની ત્રણ ટર્મની વાત કરીએ તો, 2009માં કોંગ્રેસે પાટીલ સામે પ્રાંતીય ઉમેદવાર ધનસુખ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. રાજપૂતને 2.90 લાખ મત મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે મુસ્લિમ ચહેરા મકસૂદ મિર્ઝાને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા, જેમને પાટીલ પાસેથી 2.62 લાખ મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે કોળી પટેલને પાટીલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. ધર્મેશ પટેલને 2.83 લાખ મત મળ્યા હતા.

આ પણ  વાંચો: CABINET MINISTER: મોદી સરકાર 3.0 માં એસ. જયશંકરને મળ્યું વિદેશ મંત્રાલય, જાણો તેમની રાજકીય સફર

આ પણ  વાંચો: CABINET MINISTER : રાજકારણના ચાણક્ય અમિત શાહને ફરી આપવામાં આવ્યું ગૃહ મંત્રાયલ

આ પણ  વાંચો: Oath Ceremony 2024 : રાજઘાટ બાદ વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી, Delhi માં આ રસ્તાઓ સામાન્ય લોકો માટે બંધ…

Whatsapp share
facebook twitter