+

Rajkot : બિલ્ડરનો મનસુખ સાગઠીયા સામે સનસનીખેજ આરોપ…

Builder  Allegation : રાજકોટ ટીઆરપીગેમ ઝોન અગ્નિકાંડના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની ભૂંડી કરતૂતો બહાર આવી હતી. તેની સામે એસીબીએ તપાસ કરીને અપ્રમાણસર મિલકતોનો પણ ગુનો નોંધ્યો…

Builder  Allegation : રાજકોટ ટીઆરપીગેમ ઝોન અગ્નિકાંડના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની ભૂંડી કરતૂતો બહાર આવી હતી. તેની સામે એસીબીએ તપાસ કરીને અપ્રમાણસર મિલકતોનો પણ ગુનો નોંધ્યો છે ત્યારે રાજકોટના એક બિલ્ડરે (Builder ) આજે મનસુખ સાગઠિયા સામે ગંભીર આરોપ (Allegation) લગાવ્યા છે. બિલ્ડર ટી.ડી.પટેલે આરોપ લગાવ્યા છે કે સાગઠીયાએ જમીન કપાત ના કરવા માટે 1 કરોડ રુપિયાની માગ કરી હતી

સાગઠીયાએ જમીન કપાત ના કરવા માટે 1 કરોડ રુપિયાની માગ કરી હતી

રાજકોટ મહાનગપાલિકાના પૂર્વ TPO મનસુખ સાગઠીયા મામલે કૃતિ ઓનીલાના બિલ્ડર ટી. ડી.પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. તેમણે ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે મનસુખ સાગઠિયાએ પ્લાન પાસ કરવા માટે લાખો રુપિયા માંગ્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે સાગઠીયાએ જમીન કપાત ના કરવા માટે 1 કરોડ રુપિયાની માગ કરી હતી.

મનસુખ પાસે 500 કરોડથી વધુ નાણાં

બિલ્ડરે આરોપ લગાવ્યો કે 1 કરોડની માગ કર્યા બાદ આખરે 80 લાખ રુપિયામાં ડીલ ફાઇનલ થઇ હતી. તેમણે આરોપ લગાવ્યો કે મનસુખ સાગઠિયા પર રાજકિય ઓથ છે. મનસુખ પાસે 500 કરોડથી વધુ નાણાં છે.

જેરામ કુંડારિયા સાગઠિયાનો વહિવટદાર

તેમણે આરોપ લગાવ્યો કે PGVCLમાં નોકરી કરતા જેરામ કુંડારિયા મારફતે 80 લાખ રૂપિયા નક્કી કરાયું હતું. જેરાંમ પહેલા જીઇબીમાં નોકરી કરતો હતો અને સાગઠીયાનો મુખ્ય વહિવટદાર હોવાનું તેમણે જણાવ્યું હતું. 40 ટકા જમીન કપાત ન થાય તે માટે 80 લાખ નો વહીવટ કરવામાં આવ્યો હતો. ગેરકાયદે બાંધકામ મનસુખ સાગઠીયા દ્વારા સહી કરી પ્લાન પાસ કર્યો હતો.

નેતા, બિલ્ડર અને સાગઠિયાએ ભેગા મળી કરોડો કમાયા

બીજી તરફ RMCના પૂર્વ TOP મનસુખ સાગઠિયાને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કેટલાક નેતા-બિલ્ડરોના લાભ માટે સાગઠિયાએ TP પ્લાન તૈયાર કર્યાની ચર્ચા છે. નેતા, બિલ્ડર અને સાગઠિયાએ ભેગા મળી કરોડો કમાયાની ચર્ચા રાજકોટમાં ચાલી રહી છે. સાગઠિયાએ અત્યાર સુધી 17 જેટલા TP ડ્રાફ્ટ બનાવ્યા છે. જમીનના સોદાની ચકાસણી થાય તો મોટા ખુલાસા થવાની શક્યતા છે. 2012થી અત્યાર સુધીની તપાસ થાય તો ચોંકાવનારી માહિતી મળી શકે છે.

આ પણ વાંચો— TRP Gamezone : TPO સાગઠિયાની મોટા ગજાના બિલ્ડરો સાથે સાંઠગાંઠ

Whatsapp share
facebook twitter