+

Ahmedabad: પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રસના ધારાસભ્ય સહિત NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

Ahmedabad: સદમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુ વિરોધી નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને અનેક જગ્યાએ રાહુલ ગાંધીનો વિરોધ કરતા પ્રદર્શનો થયા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં પણ ગાંધીનગરમાં…

Ahmedabad: સદમાં રાહુલ ગાંધી દ્વારા હિંદુ વિરોધી નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને અનેક જગ્યાએ રાહુલ ગાંધીનો વિરોધ કરતા પ્રદર્શનો થયા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, આ મામલે થોડીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, અમદાવાદ (Ahmedabad)ના કોંગ્રેસ મુખ્યાલય નજીક વિરોધ કરવા પહોંચેલા ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. આ મામલે અત્યારે કેટલાક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે પણ નોંધાઈ ફરિયાદ

વિગતે વાત કરવામાં આવે તો આ ઘટનાને લઈને એવો આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓ પર કોંગ્રેસ કાર્યાલયમાંથી પથ્થરો, લાકડીઓ, તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.વિગતો એવી પણ મળી છે કે, હુમલામાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ઘાયલ પણ થયા છે. જેથી આ ઘટનાને લઈને કોંગ્રસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યારે મહિલા નેતા પ્રગતિ આહીર, શહેઝાદ પઠાણ, ઇમરાન રફીક શેઠજી, આકાશ સરકાર અને NSUI નેતા સંજય સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિનય દેસાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી

નોંધનીય છે કે, BJYMના અમદાવાદ (Ahmedabad)ના પ્રમુખ વિનય દેસાઈ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ વિપક્ષ દ્વારા પણ કેટલાક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જીગ્નેશ મેવાણી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં જીગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે. જીગ્રેશ મેવાણીએ કહ્યું કે, ‘RSS ના લોકોને કાલે મરચા લાગ્યા છે.’ તેમણે કહ્યું કે, ભાજપના લોકોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો પરંતુ અમદાવાદ પોલીસ નિષપક્ષ કામ નથી કરી રહી. વધુમાં તેમણે કહ્યું હતું કે, પોલાસે શૈલેષભાઈનું અપમાન કર્યું છે અને બાવડું પકડ્યું હતું. આમ છતાં પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને પકડ્યા છે. આ સાથે જીગ્રેશ મેવાણીએ કહ્યું હતું કે, ‘ભાજપમાં તાકાત હોય તો મોરબી, રાજકોટ અને તક્ષશીલામાં ન્યાય આપો’ આ સાથે તેમણે શૈલેષ પરમાર સાથે ગેરવર્તણુક કરનાર પોલીસ કર્મચારી અને અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

દરેકની ફરિયદો નોંધવામાં આવશે: JCP નીરજ બડગુજર

નોંધનીય છે કે, અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરોનું હિંસક પ્રદર્શનનો મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે JCP નીરજ બડગુજરનું નિવેદન સામે આવ્યું છે. JCP નીરજ બડગુજરે કહ્યું કે, ‘પથ્થરમારાની ઘટનાને તાત્કાલિક કંટ્રોલમાં લઈ લેવામાંઆવી હતી. આ ઘટનામાં ચાર પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે સરકાર તરફે ફરિયાદ લેવામાં આવી છે અને કેટલાક લોકોને ડિટેઈન પણ કરવામાં આવ્યા છે.’ આ સાથે JCP નીરજ બડગુજરે વધુમાં કહ્યું કે, જે પણ ફરિયાદ કરવા આવશે તેમની ફરિયાદ લેવામાં આવશે અનેક તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસનું જાહેરનામું, Rath Yatra ના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો

આ પણ વાંચો: Surat: પરવાના વગર ચાલતી હતી એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ માર્યું સીલ

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વર ONGC બ્રિજ ની કામગીરીમાં થયો ભ્રષ્ટાચાર, પાણીમાં વહી ગયા 9 કરોડ

Whatsapp share
facebook twitter