+

ગુજરાત ATS ની સૌથી મોટી કાર્યવાહી, 25 કિલો MD ડ્રગ્સ સાથે કરાઇ 10 આરોપીની ધરપકડ

રાજસ્થાન, ગુજરાતમાંથી ઝડપી ડ્રગ્સની 4 ફેક્ટરી 25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10 આરોપીની ધરપકડ અમરેલી, ગાંધીનગરમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડી રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરીઓ ઝડપાઈ પીપળજમાં વાડી વિસ્તારમાં બનાવતા હતા ડ્રગ્સ…
  • રાજસ્થાન, ગુજરાતમાંથી ઝડપી ડ્રગ્સની 4 ફેક્ટરી
  • 25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10 આરોપીની ધરપકડ
  • અમરેલી, ગાંધીનગરમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડી
  • રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરીઓ ઝડપાઈ
  • પીપળજમાં વાડી વિસ્તારમાં બનાવતા હતા ડ્રગ્સ
  • સ્થાનિક પોલીસ સાથે મળી 7 સ્થળે પાડી રેડ

ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત ATS અને NCB ની કડક કાર્યવાહી આપણને જોવા મળી છે. ગાંધીનગરના પેથાપુર પાસેના પીપળજ ગામ પાસે ATS અને SOG એ રેડ કરી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર પેથાપુર અને પીપળજ ગામ વચ્ચેના વાડી વિસ્તારમાં દ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. વાડી વિસ્તારના એક મકાનમા ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર સામગ્રી જપ્ત કરીને ઘરને સીલ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં રાજસ્થાન અને ગુજરાતમાંથી ડ્રગ્સની 4 ફેક્ટરી ઝડપાઇ હતી.

ATS ની કુલ ૭ જગ્યા પર અલગ અલગ મોટા કાફલા સાથે રેડ પાડવામાં આવી હતી. મોડી રાતથી આ રેડો ચાલુ હતી જેમાં 12 PI અને 17 PSI આ સંયુક્ત ઓપરેશનમાં જોડાયા હતા. ડ્રગ્સ માટે એફએસએલની અલગ અલગ ટીમો ડ્રગ્સ ચકાસણીમાં કામે લાગી છે.  ગાંધીનગર અને રાજસ્થાન ઉપરાંત અમેરલીમાંથી પણ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ હતી. ગુજરાત ATS ની ટીમે આ મામલામાં કુલ25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10 આરોપીની ધરપકડ કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : અમિત શાહની સભામાં અર્જુન મોઢવાડીયાએ વાટ્યો ભાંગરો, એવી જીભ લપસી કે નેતા શરમમાં મુકાયા

આ પણ વાંચો : અમિત શાહની સભામાં અર્જુન મોઢવાડીયાએ વાટ્યો ભાંગરો, એવી જીભ લપસી કે નેતા શરમમાં મુકાયા

 

 

 

Whatsapp share
facebook twitter