+

Bharuch : અંકલેશ્વરમાં યોજાયેલ ડાયરામાં ડોલર ઉડાડતા જયેશ રાદડિયાનો Video વાઇરલ

ભરૂચનાં (Bharuch) અંકલેશ્વરમાં (Ankleshvar) પૂર્વ મંત્રી અને ઇફકો ડિરેક્ટર જયેશ રાદડિયાનો (Jayesh Radadiya) અલગ અંદાજ જોવા મળ્યો છે. અંકલેશ્વરમાં યોજાયેલ લોક ડાયરામાં જયેશ રાદડિયા ડોલર ઉડાડતા નજરે પડ્યા હતા. ડાયરામાં…

ભરૂચનાં (Bharuch) અંકલેશ્વરમાં (Ankleshvar) પૂર્વ મંત્રી અને ઇફકો ડિરેક્ટર જયેશ રાદડિયાનો (Jayesh Radadiya) અલગ અંદાજ જોવા મળ્યો છે. અંકલેશ્વરમાં યોજાયેલ લોક ડાયરામાં જયેશ રાદડિયા ડોલર ઉડાડતા નજરે પડ્યા હતા. ડાયરામાં ડોલર ઉડાડતા જયેશ રાદડિયાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો જોઈ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લોક ડાયરામાં જયેશ રાદડિયાએ ડોલર ઉડાડ્યા

ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર (Ankleshvar) તાલુકામાં લોક ડાયરા (Lok Diara) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરા કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને IFFCO ડિરેક્ટર (IFFCO Director) જયેશ રાદડિયાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ડાયરા દરમિયાન જયેશ રાદડિયા (Jayesh Radadia) અને તેમના ભાઈએ કલાકારો પર ડોલરનો વરસાદ કર્યો હતો. લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જયેશ રાદડિયા દ્વારા ડોલર ઉડાડ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

IFFCO ના ડિરેક્ટર પદની ચૂંટણીમાં ભવ્ય વિજય

જો કે, જયેશ રાદડિયાના આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, મે મહિનામાં IFFCO ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો હતો. IFFCO ના ડિરેક્ટર પદ માટે જયેશ રાદડિયા અને બિપિન પટેલ (Bipin Patel) વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં જયેશ રાદડિયા (Jayesh Radadiya) નો વિજય થયો હતો.

આ પણ વાંચો – Smuggling Racket : ટ્રાફિક પોલીસને કેવી રીતે 80 લાખનું સોનું મળ્યું ?

આ પણ વાંચો – Ahmedabad : પલ્લવ ચાર રસ્તા પાસેના ફ્લેટમાં છત ધરાશાયી, બાળકી-મહિલાનો આબાદ બચાવ

આ પણ વાંચો – Ahmedabad : 500 વૃક્ષોનું નિકંદન કરનાર એજન્સીઓ પાસેથી રૂ.50-50 લાખનો દંડ ક્યારે વસૂલાશે ? લીધો આ નિર્ણય!

Whatsapp share
facebook twitter