+

T20 WC 2024 : ટીમ ઇન્ડિયા પર શુભેચ્છાઓનો વરસાદ, PM મોદી, અમિત શાહ, સચિન તેંડુલકર સહિત આ હસ્તીઓએ પાઠવ્યા અભિનંદન

T20 World Cup 2024 : ભારતીય ટીમે ફરી એકવાર વિદેશી ધરતી પર ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2024 નો ખિતાબ જીત્યો છે. આ ઐતિહાસિક જીત…

T20 World Cup 2024 : ભારતીય ટીમે ફરી એકવાર વિદેશી ધરતી પર ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2024 નો ખિતાબ જીત્યો છે. આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાને (Team India) અભિનંદન આપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ ટીમ ઈન્ડિયાને વિશ્વ વિજેતા બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, અમને ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ સાથે તેમણે લખ્યું, “ચેમ્પિયન! અમારી ટીમ T20 વર્લ્ડ કપને શાનદાર અંદાજમાં ઘરે લાવી! અમને ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ છે. આ મેચ ઐતિહાસિક હતી.”

જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવી છે. એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કરી સચિન તેંડુલકરે (Sachin Tendulkar) લખ્યું કે, ચક દે ઇન્ડિયા!!!

ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પણ ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું કે, વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને ખૂબ ખૂબ અભિનંદન… આપણા રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ ક્ષણ…. આપણા ખેલાડીઓએ ટીમ ભાવના અને ખેલદિલી સાથે સમગ્ર #T20WorldCup દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. રાષ્ટ્ર તેમની ઐતિહાસિક સિદ્ધિ પર ગર્વથી ફૂલી જાય છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra) પણ ટ્વીટ કરી ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે અને લખ્યું કે, ભારતે 13 વર્ષ બાદ T-20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. સમગ્ર દેશ માટે આ ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. તમામ દેશવાસીઓ અને અમારા તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન…..

ઉપરાંત, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi,), ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ (CR Patil), ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અજય દેવગન (Ajay Devgn) સહિતની હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે.

 

 

 

 

આ પણ વાંચો – T20 World Cup 2024: ચેમ્પિયન બન્યા બાદ ભાવુક થયા ભારતીય ખેલાડી

આ પણ વાંચો – T20WorldCup: ભારત ચેમ્પિયન બની તોડ્યો આ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

આ પણ વાંચો – T20 World Cup 2024 : ભારતની જીત સાથે ગુજરાત જશ્નમાં તરબોળ, ઠેર ઠેર ઉજવણીનો અનોખો માહોલ

Whatsapp share
facebook twitter