+

Bharuch: ગુજરાતથી વધુ એક સાંસદને કેન્દ્રમાં મંત્રીપદ, ભરૂચથી મનસુખ વસાવાને લાગી લોટરી

Bharuch: નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. નોંધનીય છે કે, વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની…

Bharuch: નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. નોંધનીય છે કે, વહેલી સવારે તેમણે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતમાંથી ભાજપ અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે તેવી ચર્ચાઓ થઈ રહીં છે. આ દરમિયાન ગુજરાતના એક બીજા સાંસદનું મંત્રી તરીકે નામ આવી શકે તેવી ચર્ચાઓએ વેગ લીધો છે.

ભરૂચથી મનસુખ વસાવાને પણ લોટરી લાગી

નોંધનીય છે કે, ગુજરાતથી વધુ એક સાંસદને કેન્દ્રમાં મંત્રીપદ મળે તેવી સંભાવાનાઓ છે. ભરૂચથી મનસુખ વસાવાને પણ લોટરી લાગી છે. ઉલ્લેખનીય છે કે,સતત 7મી વાર સાંસદ બનનારા મનસુખ વસાવાને મંત્રીપદ મળવાનું છે. નોંઘનીય છે કે, મોદી સતત ત્રીજી વખત પોતાની સરકાર બનાવી રહ્યા છે. ત્યારે આ મોદી સરકાર 3.0માં મનસુખ વસાવાને પણ મંત્રીપદ મળવાનું છે. ગુજરાતથી 6 ચહેરાઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે. એટલું જ નહીં પરંતુ ગુજરાતના 6 મંત્રીમાંથી એક મહિલા ચહેરો નીમુબેનનું નામ પણ નક્કી થયું છે.

ભરૂચ લોકસભા બેઠક બીજેપી 1989 થી સતત જીતતી આવી

ઉલ્લેખનીય છે કે, ભરૂચ લોકસભા બેઠક ખુબ જ ચર્ચામાં રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠક પર સમગ્ર રાજ્યમાં સૌથી વધારે મુસ્લિમ મતદાતાઓ આવેલા છે. નોંધનીય છે કે, મુસ્લિમ મતદાતાઓ હોવા છતાં પણ બીજેપી અહીં 1989 થી સતત જીતતી આવી છે. એટલું જ નહીં પરંતુ ભરૂચ બેઠક પર આ વખતે પણ બીજેપીએ મનસુખ વસાવાનાને ટિકિટ આપી હતી. આ બેઠક પરથી સતત સાતમી વખત તેઓ જીત્યા છે. તેમની સામે આમ આદમી પાર્ટીના ચૈતર વસાસા ચૂંટણીના મેદાને હતા પરંતુ તેઓ મનસુખ વસાવાને હરાવી શક્યા નથી.

આ પણ વાંચો:  Gujarat First Reality Check: સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં છેલ્લા માળે આખો શેડ ફાઈબરનો! મોટી દુર્ઘટનાના એંધાણ

આ પણ વાંચો:  Gujarat ATS : 840 કલાક, 3 એજન્સી અને 35થી વધારે અધિકારીઓનું સંયુક્ત એક ઓપરેશન

આ પણ વાંચો:  Gujarat High Court: રાજ્યની જેલનાં ફરાર થતા કેદીઓ માટે સજા અંગે નીતિ જ નથી : હાઈકોર્ટ

Whatsapp share
facebook twitter