Gujarat Congress: લોકસભા 2024ની ચૂંટણી હવે ખૂબ નજીક છે ત્યારે એક તરફ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને બીજી તરફ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો તેમ એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું
છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) ની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે હવે સૂત્રોના દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. કારણસિંહ તોમરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
કારણસિંહ તોમર અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ
કારણસિંહ તોમર અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે. અને યુથ કોંગ્રેસમાં પણ તેમણે લાંબા સમય સુધી સેવા આપી હતી. આ રાજીનામાંની સીધી અસર અન્ય ભાષી મતદારો માટે કોંગ્રેસને પડી શકે છે.
ભાજપ સાથે જોડાઈ શકે કરણસિંહ તોમર!
રાજીનામું આપ્યા બાદ હવે કરણસિંહ તોમરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથેની મુલાકાત બાદ હવે કરણસિંહ તોમર આગામી દિવાસોમાં ભાજપમાં જોડાઈ શકે છે.
હવે જાણીએ કે કોણ છે કરણસિંહ તોમર?
તોમર પરિવાર એ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો પરિવાર છે. અને આ પરિવારની ગુજરાતમાં વસતા હિન્દી ભાષીઓ પર ખૂબ જ મજબૂત પકડ છે. સાથે જ કોંગ્રેસ(Gujarat Congress) ની રાજનૈતિક અને આર્થિક બાબતોમાં કરણસિંહ તોમારનો અત્યાર સુધી મોટો રોલ રહ્યો છે.
આ પણ વાંચો – ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારીની મુલાકાતે
- કોંગ્રેસમાં એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ
- ગુજરાત કોંગ્રેસમાં પડ્યું વધુ એક રાજીનામું
- કરણ સિંહ તોમરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
- અન્ય ભાષી મતદારો માટે કોંગ્રેસને પડશે સીધી અસર
- કરણસિંહ તોમરે સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ