+

અમદાવાદ પોલીસનું જાહેરનામું, Rath Yatra ના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો

Rath Yatra: ગુજરાત વર્ષોથી ભક્તિમય રહ્યું છે. અમદાવાદ (Ahmedabad)માં છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra of Lord Jagannathji)માં યોજાય છે. જેને લઈને રાજ્ય સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો…

Rath Yatra: ગુજરાત વર્ષોથી ભક્તિમય રહ્યું છે. અમદાવાદ (Ahmedabad)માં છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra of Lord Jagannathji)માં યોજાય છે. જેને લઈને રાજ્ય સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ભગવાન જગન્નાથજી આ રથયાત્રા (Rath Yatra) દરમિયાન અમદાવાદ પોલીસની ખાસ ભાગીદારી રહેતી હોય છે. ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. નોંધનીય છે કે, અમદાવાદમાં રથયાત્રાને લઇને પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો

વિગતે વાત કરવામાં આવે તો રથયાત્રાના રૂટ પર નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. જેથી 7 તારીખે સવારથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરી દેવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે ગુનો દાખલ કરાશે. આ સાથે ભારતીય ન્યાય સહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું

નોંધનીય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રાને (Rath Yatra) લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આજે સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું. મળતી વિગતો પ્રમાણે આજે સાંજે 5થી 7 કલાક દરમિયાન ભક્તો ભગવાનના ભવ્ય મામેરાનાં દર્શન કર્યા હતા. આ સરસપુરમાં (Saraspur) ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભગવાનનાં ભવ્ય મામેરાનાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Surat: પરવાના વગર ચાલતી હતી એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ માર્યું સીલ

આ પણ વાંચો: Chhotaudepur: મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ, કુકરદા ગામની 1238 એકર જમીન ‘શ્રી સરકાર’

આ પણ વાંચો: Rajkot : જાહેરમાં 3 યુવકોએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો, Video પણ બનાવ્યો

Whatsapp share
facebook twitter