+

Ambani Family : અનંત-રાધિકાનો 3 દિવસીય પ્રી-વેડિંગ સમારોહ આજથી શરુ

Ambani Family : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ના સૌથી નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani)ની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમની…

Ambani Family : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ના સૌથી નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani)ની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમની આજથી શરુ થઇ રહી છે. આ સેરેમનીમાં હાજરી આપવા વિશ્વભરમાંથી નામાંકિત અગ્રણીઓ જામનગર પહોંચ્યા છે. આગામી જુલાઇ માસમાં અનંત અંબાણીના ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ ( Radhika Merchant) સાથે લગ્ન થવાના છે. બંનેના લગ્ન ભલે જુલાઇમાં થવાના છે પણ બંનેની પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં આજથી શરુ થઇ રહી છે. છેલ્લા 3 દિવસથી જામનગર એરપોર્ટ વીવીઆઇપી મૂવમેન્ટથી ઉભરાઇ ગયું છે.

જામનગરના એરપોર્ટ પર 50થી વધુ વિમાનોનું લેન્ડિગ

સામાન્ય દિવસોમાં જામનગર એરપોર્ટ પર ખાસ વિમાનોની આવાજાહી જોવા મળતી નથી પણ હાલ જામનગર એરપોર્ટ એરટ્રાફિકથી ઉભરાઇ રહ્યું છે અને આજથી જ્યારે પ્રી વેડિંગ સેરેમની શરુ થઇ રહી છે ત્યારે આજે એટલે કે 1લી માર્ચે જામનગરના એરપોર્ટ પર 50થી વધુ વિમાનોનું લેન્ડિગ થશે તેવી ધારણા છે.

ભારતના આ ઉદ્યોગપતિઓ રહેશે હાજર

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર, ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને તેમનો પરિવાર, ગોદરેજ પરિવાર, ઈન્ફોસિસના વડા નંદન નિલેકણી, RPSG જૂથના વડા સંજીવ ગોએન્કા, વિપ્રોના રિષદ પ્રેમજી, બેન્કર ઉદય કોટક પણ આ સેરેમનીમાં સામેલ થયા છે. ઉપરાંત કોરોનાની વેક્સીનના નિર્માતા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા, એરટેલના ચેરમેન સુનિલ મિત્તલ, હીરોના પવન મુંજાલ, એચસીએલના રોશની નાદર, ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામત, ઉદ્યોગસાહસિક રોની સ્ક્રુવાલા અને સન ફાર્માના દિલીપ સાંઘીને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.

મહેમાનોની યાદીમાં કોના નામ છે?

આમંત્રિતોની યાદીમાં ક્રિકેટર સચિન તેંડુલકર અને તેનો પરિવાર, એમએસ ધોની અને પરિવાર, રોહિત શર્મા, કેએલ રાહુલ, હાર્દિક અને કૃણાલ પંડ્યા અને ઈશાન કિશનના નામ પણ સામેલ છે. બોલિવૂડમાંથી મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ ખાન અને પરિવાર, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના, અજય દેવગન અને કાજોલ, સૈફ અલી ખાન અને પરિવાર, ચંકી પાંડે, રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અને કેટરિના કૈફ ઉફરાંત માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને, આદિત્ય અને રાની ચોપરા, કરણ જોહર, બોની કપૂર અને પરિવાર, અનિલ કપૂર અને પરિવાર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર, રજનીકાંત સહિતના દિગ્ગજો જામનગર પહોંચ્યા છે કાંતો આજ સાંજ સુધીમાં પહોંચી જશે.

મહેમાનોને ઇવેન્ટ માર્ગદર્શિકા મોકલવામાં આવી

આમંત્રિતોને મોકલવામાં આવેલ ‘ઈવેન્ટ ગાઈડ’ મુજબ, ત્રણ દિવસનો કાર્યક્રમ થીમ આધારિત હશે. દિલ્હી અને મુંબઈથી મહેમાનોને જામનગર અને પાછા લઈ જવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. 1 માર્ચના રોજ બપોર સુધીમાં મહેમાનો આવવાની ધારણા છે. આ ફંક્શન્સમાં, દિલજીત દોસાંઝ, હોલીવુડ પોપ-આઈકન રીહાન્ના અને અન્ય કલાકારો તેમના પરફોર્મન્સથી મહેમાનોનું મનોરંજન કરશે.

પહેલા દિવસે શું છે

પ્રથમ દિવસની ઉજવણીને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે, જ્યાં મહેમાનો ‘કોકટેલ પોશાક’ પહેરે તેવી અપેક્ષા છે. બીજા દિવસે, ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’નું આયોજન કરવામાં આવશે, જેમાં ‘જંગલ ફીવર’નો ડ્રેસ કોડ હશે. ત્રીજા દિવસે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે – ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તક્ષર’. પ્રથમ ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હશે જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને અંતિમ ઇવેન્ટ માટે તેઓ ‘હેરીટેજ ઇન્ડિયન એટાયર’ પહેરશે.

વિશ્વના આ દિગ્ગજો પણ હાજર રહેશે

અહેવાલો અનુસાર, ઇવેન્ટના સહભાગીઓમાં મેટા સીઇઓ માર્ક ઝુકરબર્ગ, મોર્ગન સ્ટેનલીના સીઇઓ ટેડ પિક, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ડિઝનીના સીઇઓ બોબ ઇગર, બ્લેકરોકના સીઇઓ લેરી ફિંક, એડનોકના સીઇઓ સુલતાન અહેમદ અલ જાબેર અને ELના ચેરમેન લિન ફોરેસ્ટર ડી રોથ્સચાઇલ્ડ પણ હાજર રહેશે. ભારત અને વિશ્વભરમાંથી ખાસ કરીને મનોરંજન અને રમતગમત જગતના લોકો જામનગરમાં વધુ ઘણા VIP આવશે.

ભારતમાં VIPનો સૌથી મોટો જમાવડો

મનાઇ રહ્યું છે કે ભારતમાં VIPનો સૌથી મોટો જમાવડો છે અને તે મુકેશ અંબાણીના વૈશ્વિક કદ અને પ્રભાવનો પુરાવો છે. આટલા વીવીઆઈપી ત્રણ દિવસ જામનગરમાં વિતાવશે તે મોટી વાત છે.’

આ પણ વાંચો—-ANANT RADHIKA WEDDING : અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં RIHANNA મચાવશે ધૂમ,રિહર્સલ વીડિયો થયો VIRAL

Whatsapp share
facebook twitter