+

Anant-Radhika Pre-Wedding Function : રાધિકા મર્ચન્ટ નાના બાળકને જોઇ બોલી – આ તો ક્રિષ્ના જેવો લાગે છે

Anant-Radhika Pre-Wedding Function : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) નો પરિવાર આજે નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના પ્રી-વેડિંગ ફંક્શન (Pre-Wedding Function) માટે ગુજરાતના…

Anant-Radhika Pre-Wedding Function : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) નો પરિવાર આજે નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના પ્રી-વેડિંગ ફંક્શન (Pre-Wedding Function) માટે ગુજરાતના જામનગરમાં છે. આ પ્રી-વેડિંગની હાલમાં ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. અનંત અને રાધિકા (Anant and Radhika) ના લગ્ન પહેલા ઘણા ફંક્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લગ્નના ઘણા દિવસો પહેલા જ ફંક્શન શરૂ થઇ ગયા છે. ગત રાત્રિએ અંબાણી પરિવારે જામનગર (Jamnagar) માં યોજાનાર ભવ્ય લગ્ન અને પ્રિ-વેડિંગ ફંકશન પૂર્વે જ ભોજન સેવાનું આયોજન કર્યું હતું.

રાધિકા મર્ચન્ટે પીરસ્યું ભોજન

જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપના જોગવડ ગામમાં યોજાનાર ભવ્ય લગ્ન અને પ્રિ-વેડિંગ ફંકશન પૂર્વે સ્થાનિક લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી સહિત વર-કન્યાએ ગામના લોકોને ભોજન પીરસ્યું હતું, જેની તસવીરો સામે આવી છે. આ અન્ના સેવા કાર્યક્રમમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લોકોને પોતાના હાથે ભોજન પીરસતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે લોકો સાથે વાત પણ કરી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ નમ્રતાથી લોકોને ભોજન પીરસી રહ્યા હતા, આ દરમિયાન અંબાણી પરિવારની નાની વહુએ એક નાનકડું બાળક જોયું જે તેની માતાના ખોળામાં બેઠું હતું. બાળકને જોયા બાદ રાધિકા મર્ચન્ટે તેની સાથે વાત કરી. તેણે કહ્યું, ‘જય શ્રી કૃષ્ણ! વાહ, આ તો એકદમ કૃષ્ણ જેવો લાગે છે.’ આ જ વીડિયોમાં અનંત એક બાળકને કહે છે કે બાબુ, આ લઇ લો. મુકેશ અંબાણી લોકોને શુભેચ્છા પાઠવતા ભોજન સર્વ કરતા જોવા મળ્યા હતા.

પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ કેવી છે?

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં લગભગ 1000 મહેમાનો હાજરી આપશે. 3 દિવસ સુધી ચાલનારી આ ઉજવણીમાં મહેમાનોને 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. ઈન્દોરથી 25 જેટલા શેફની ખાસ ટીમ જામનગર પહોંચી છે. મળતી માહિતી મુજબ નાસ્તાના મેનૂમાં 70 વિકલ્પો છે. મહેમાનોને લંચમાં 250 અને ડિનરમાં 250 પ્રકારની ખાદ્ય સામગ્રી પીરસવામાં આવશે. કોઈ વાનગીનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. મહેમાનોને તેમના ખોરાકની પસંદગી શેર કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી દરેકની પસંદગીઓનું ધ્યાન રાખવામાં આવે. ભવ્ય કાર્યક્રમ માટે વિવિધ ક્ષેત્રના મોટા નામોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પાર્ટીમાં ફિલ્મ અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ હાજરી આપશે.

આ પણ વાંચો – Pre-Wedding Function : અનંત અંબાણીએ પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર જ કેમ પસંદ કર્યું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter