+

અમદાવાદના ચિલોડા- કરાઇ પાસે અકસ્માતની ઘટના આવી સામે, કાર ચાલકે નશામાં અકસ્માત કર્યો હોવાનો આરોપ

અમદાવાદ શહેરમાં તાજેતરમાં ઘણી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. શહેરમાં જાણે કોઈને કાયદા અને પોલીસનો ડર ન હોય એમ નશામાં ચાલકો બેદરકારીપૂર્વક કાર હંકારી અકસ્માત સર્જતા હોય છે.  ત્યારે એક…

અમદાવાદ શહેરમાં તાજેતરમાં ઘણી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. શહેરમાં જાણે કોઈને કાયદા અને પોલીસનો ડર ન હોય એમ નશામાં ચાલકો બેદરકારીપૂર્વક કાર હંકારી અકસ્માત સર્જતા હોય છે.  ત્યારે એક આવી જ અકસ્માતની ઘટના અમદાવાદના ચિલોડા- કરાઇ પાસેથી સામે આવી છે.

આ અકસ્માતમાં કાર ચાલકે અન્ય કાર અને ઍક્ટિવાને જોરદાર ટક્કર મારી છે. આ અકસ્માત કાર ચાલકે નશામાં કર્યો હોય હાલ તેવા આરોપ તેના ઉપર લાગી રહયા છે. હવે વાસ્તવિકતા શું છે તે બાબત અંગે તો પોલીસ તપાસમાં સામે આવી શકે તેમ વર્તાઇ રહ્યું છે. વધુમાં ચોંકાવનારી વાત તો એમ છે કે, અકસ્માત સર્જનાર કારમાંથી પોલીસ લખેલ પ્લેટ મળી આવી છે અને આ કારમાંથી બીયરની બોટલ પણ મળી આવી છે. અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતના મામલે હાલ તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો — JUNAGADH : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter