+

અમદાવાદ બન્યું The Crime City! આધેડને કૌટુંબિક ભાઈએ ઉતાર્યો મોતને ઘાટ

Ahmedabad The Crime City: અમદાવાદ શહેરમાં હત્યાનો સીલસીલો યથાવત્ જોવા મળ્યો છે. અમદાવાદ (Ahmedabad)ના શાહપુર વિસ્તારમાં પરિવાર સાથે નીંદર માણી રહેલા આધેડને તેના જ કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીંકીને મોતને…

Ahmedabad The Crime City: અમદાવાદ શહેરમાં હત્યાનો સીલસીલો યથાવત્ જોવા મળ્યો છે. અમદાવાદ (Ahmedabad)ના શાહપુર વિસ્તારમાં પરિવાર સાથે નીંદર માણી રહેલા આધેડને તેના જ કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. તું મને કેમ અવાર નવાર જાદુ ટોણા કરીને હેરાન પરેશાન કરે છે, તેમ કહીને આરોપીએ હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે, હત્યાને પગલે અત્યારે પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરમાં છેલ્લા દસ દિવસમાં પાંચ હત્યાના બનાવ

અમદાવાદ (Ahmedabad) શહેર જાણે કે ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં છેલ્લા દસ દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. શાહપુર વિસ્તારમાં કૌટુંબિક ભાઈએ જ ભાઈની હત્યા કરી દીધી છે. શાહપુર રેંટિયા વાડી વિસ્તર માં રહેતા અખ્તર હુસેન તેના પરિવાર સાથે ધાબા પર સુઈ રહ્યા હતા. તે સમયે રાત્રિના સાડા બાર વાગ્યાની આસપાસ તેમના મામાનો દીકરો મોહમંદ સલીમ શેખ આવ્યો હતો અને તું મને કેમ અવાર નવાર જાદુ ટોણા કરીને હેરાન પરેશાન કરે છે તેમ કહી ને અખ્તર હુસેનને છરીના ઘા ઝીંકી દીધા હતા.

બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા

ઉલ્લેખનીય છે કે, બૂમાબૂમ થતા આસપાસના લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અખ્તર હુસેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત અખ્તર હુસેનને ફરજ પરના હાજર ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જે અંગેની જાણ પોલીસને થતા શાહપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

શહેરમાં વધી રહ્યા છે હત્યાના બનાવો

વિગતે વાત કરવામાં આવે તો, હામાં પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરીને હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 10 દિવસમાં પાંચ હત્યાના બનાવો બન્યા છે. જેથી એવું કહીં શકાય કે, હવે અમદાવાદા ધીરે ધીરે ક્રાઈમ સિટી બની રહ્યું છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat: આજે રાત્રે અમદાવાદમાં થશે ભારે વરસાદ, હવામાન જ્યોતિષ અંબાલાલની આગાહી

આ પણ વાંચો: Gondal: એક-બે નહીં પણ આઠ વેપારીઓ સાથે છેતરપિંડી! રૂપિયા 18.84 કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર

આ પણ વાંચો: Dabhoi સબ રજીસ્ટારની કચેરી ડભોઈની ઘોર બેદરકારી સામે આવી, આના માટે જવાબદાર કોણ?

Whatsapp share
facebook twitter