+

તપાસના નામે તંત્રના નાટક! સરકારી કચેરીઓમાં જ નથી ફાયર સેફ્ટીના ઠેકાણા

AMC: રાજકોટ અગ્નિકાંડ બાદ અત્યારે રાજ્યભરમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે પરંતુ આ દરમિયાન ગંભીર અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફાયર સેફ્ટીને લઈને AMC ની પોલ ખોલતા આંકડા…

AMC: રાજકોટ અગ્નિકાંડ બાદ અત્યારે રાજ્યભરમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે પરંતુ આ દરમિયાન ગંભીર અને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફાયર સેફ્ટીને લઈને AMC ની પોલ ખોલતા આંકડા સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો AMC સંચાલિત મોટા ભાગના UHC અને CHC માં ફાયર સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડેલા જોવા મળ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે AMC ના 85 પૈકી 33 માં ડિઝાસ્ટરના નિયમ મુજબ નથી બનેલી. અન્ય હકીકતની વાત કરવામાં આવે તો 68 અર્બન UHC અને CHC માં ફાયર એલાર્મનો પણ અભાવ જોવા મળ્યો છે. આખરે કેમ નિયમોને નેવે મુકવામાં આવ્યા છે?

42 UHC અને CHC માં ઇમરજન્સી એક્ઝિટ ગેટ જ નથી

સૂત્રો દ્વારા એવી પણ વિગતો સામે આવી છે કે, 39 માં UHC અને CHC ફાયર સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ 42 UHC અને CHC માં ઇમરજન્સી એક્ઝિટ ગેટ જ નથી. આખરે શા માટે ઇમરજન્સી એક્ઝિટ રાખવામાં નથી આવ્યો? આવી કોઈ ઘટના બનશે તો પછી અંદરના લોકોને ક્યા જવાનું? મહત્વની વાત એ છે કે, જ્યાં શહેરીજનો સારવાર માટે જાય છે ત્યાં જ ફાયર સેફ્ટીનો અભાવ? એટલું જ નહીં પરંતુ એકપણ અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર NOC નહી હોવાનો AMC વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો છે.

આ તમામ સેન્ટરમાં જરૂરી પગલાં લેવામાં આવેઃ AMC વિપક્ષ નેતા

AMC વિપક્ષ નેતાએ આરોપ લાગવતા કહ્યું છે કે, ‘ફાયર સેફ્ટીના નામે તંત્ર નાટક ના કરે અને આ તમામ સેન્ટરમાં જરૂરી પગલાં લેવામાં આવે’. આખરે અહીં લોકોની સેફ્ટી અંગે શા માટે આટલી બેદરકારી દાખવવામાં આવી રહીં છે. ફાયર સેફ્ટી વિના કેવી રીતે UHC અને CHC ચાલી શકે? શું દરેક વખતે લોકોના જીવ જશે તેવી જ રાહ જોવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ ગયા છે છતાં પણ કેમ તંત્રની આંખો નથી ખુલી રહીં?

આ પણ વાંચો: Rajkot: અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય માનવ અધિકાર પંચની ‘સાહેબો’ને નોટિસ

આ પણ વાંચો:  Rajkot TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો, SITની તપાસમાં સામે આવી ગંભીર હકીકત

આ પણ વાંચો:  Rajkot: 50 ડિગ્રી તાપમાન પણ સહન નથી થતું ત્યાં 800 ડિગ્રી ગરમીનું નિર્માણ થયું હતું!

Whatsapp share
facebook twitter