+

AHMEDABAD : મધુવન ફ્લેટમાં લાગેલ આગની ઘટનામાં ફાયર વિભાગે સફળ ઓપરેશન પૂરું પાડ્યું

અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે લાગી આગ મધુવન ફલેટમાં આગ લાગતાં અફરાતફરી ફલેટના ચોથા માળે આગ લાગી હતી ફ્લેટમાં 40થી વધુ લોકો ફસાયા હતા AHMEDABAD FIRE INCIDENT : અમદાવાદના ( AHMEDABAD…
  • અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે લાગી આગ
  • મધુવન ફલેટમાં આગ લાગતાં અફરાતફરી
  • ફલેટના ચોથા માળે આગ લાગી હતી
  • ફ્લેટમાં 40થી વધુ લોકો ફસાયા હતા

AHMEDABAD FIRE INCIDENT : અમદાવાદના ( AHMEDABAD ) ગુજરાત કોલેજ પાસે વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગુજરાત કોલેજ પાસે આવેલ મધુવન ફ્લેટમાં આ આગ લાગવાનો બનાવ બન્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર મધુવન ફ્લેટના ચોથા માળે આ આગ લાગવાની ઘટના બની હતી. ફલેટમાં આગ લાગતા અચાનક અફરા તફરી સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર આ આગ લાગવાની ઘટનામાં ફ્લેટમાં કુલ 40 લોકો ફસાયા હતા.

મધુવન ફ્લેટમાં આ આગ લાગતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આગ લાગતા ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેટમાં ફસાયેલ અંદાજિત 40 લોકોનું રેસ્ક્યુ કામ ફાયર વિભાગ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા ગણતરીના મિનિટોમાં આ ઓપરેશન પાર પાડ્યું છે. હાલ આગની આ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને તમામ ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોંગ્રેસ પાર્ટી પર ચૌતરફો પ્રહાર, હવે ભાજપ નેતા ભરત બોઘરાએ પણ લીધી ઝાટકણી

આ પણ વાંચો : LOKSABHA : ચૂંટણી પ્રચારમાં ચા-નાસ્તા પાછળ ખર્ચાયા બેશુમાર રૂપિયા, નેતાઓએ ખાલી કરી તિજોરી…

આ પણ વાંચો : Chhotaudepur Election Voting: મતદાનએ મહાદાનની ઉક્તિને સાર્થક કરતા પાવીજેતપુર તાલુકાના દાદીમા

આ પણ વાંચો : Ahmedabad Medical Association: અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રિપ્શન સાથે અપાશે મતદાનનો મેસેજ

 

 

Whatsapp share
facebook twitter