+

AHMEDABAD : સાબરમતીમાં એક જ પરિવારના ચાર સભ્યનો આપઘાતનો પ્રયાસ, પછી એવું બન્યું કે..

અમદાવાદના એક પરિવારનો આત્યહત્યાનો પ્રયાસ એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ ફાયર વિગાભની સતર્કતાને કારણે 4 લોકોને બચાવાયા AHMEDABAD : અવાર-નવાર અમદાવાદની ( AHMEDABAD ) સાબરમતી નદીમાં આપઘાતના…
  • અમદાવાદના એક પરિવારનો આત્યહત્યાનો પ્રયાસ
  • એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • ફાયર વિગાભની સતર્કતાને કારણે 4 લોકોને બચાવાયા

AHMEDABAD : અવાર-નવાર અમદાવાદની ( AHMEDABAD ) સાબરમતી નદીમાં આપઘાતના કેસો સામે આવતા હોય છે. સાબરમતી નદીમાં વધતાં જતાં આપઘાતના કિસ્સાઓને રોકવા પોલીસ તંત્ર હમેશા સજાગ રહેતું હોય છે અને પ્રયાસ કરતું હોય છે કે તેઓ આવી ઘટનાઓને થતાં અટકાવે. ત્યારે ગઇકાલે રાત્રે પણ આવી જ ઘટના બની જવા પામી હતું, પરંતુ સમયસર ફાયર વિભાગની કામગીરીને કારણે આ ઘટના થતાં અટકાવી શકાઈ હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

સમગ્ર ઘટના એમ છે કે, ગઇકાલે રાત્રે એક સાથે એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ અને ફાયર વિભાગની કામગીરીના કારણે તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને તેમનું કાઉન્સલિંગ કરીને તેમને જીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારના સભ્યોમાં ૨૮ વર્ષનો પુરુષ ,૨૭ વર્ષની મહિલા, ૬ વર્ષનો બાળક અને ૫૦ વર્ષીય મહિલા નો સમાવેશ થાય છે, હાલ તો કોઈ પણ પ્રકારની જાનહાનિ સામે આવી નથી. ફાયર વિભાગની સતર્ક કામગીરીને કારણે તમામના જીવ બચાવી લેવામાં આવ્યા છે. મળેલ માહિતી અનુસાર આ આપઘાત કરવા પાછળનું કારણ એમ સામે આવી રહ્યું છે કે, પતિના ત્રાસથી તેની પત્ની, તેનો દીકરો, સાસુ અને સાળાએ આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ AHMEDABAD પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો : Jamnagar : પૂનમ માડમ સામેના વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રીની ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક

 

 

 

 

Whatsapp share
facebook twitter