+

Ahmedabad: પરિવારે કર્યું પોતાની જ દીકરીનું અપહરણ! યુવતી પુખ્ત વયની હતી છતાં પણ…

Ahmedabad: અમદવાદના ઓઢવ વિસ્તારના એક અજુક્તિ અપહરણની ઘટના સામે આવી છે. જેમાં 25 વર્ષીય પરણિતાનું તેના જ પરિવારના સભ્યોએ કારમાં અપહરણ કરી ગયા હોવાની ઘટના બની હતી. જેમાં યુવતીનું પ્રેમ…

Ahmedabad: અમદવાદના ઓઢવ વિસ્તારના એક અજુક્તિ અપહરણની ઘટના સામે આવી છે. જેમાં 25 વર્ષીય પરણિતાનું તેના જ પરિવારના સભ્યોએ કારમાં અપહરણ કરી ગયા હોવાની ઘટના બની હતી. જેમાં યુવતીનું પ્રેમ લગ્નના વિરુદ્ધમાં પરિવારે અપહરણ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે શું હતી સમગ્ર ઘટના જુઓ આ અહેવાલમાં….

થોડા દિવસ પહેલા યુવતીએ કર્યા હતા પ્રેમલગ્ન

પરણિતાએ તેના જ સમાજના અને સુરેન્દ્રનગરના ચુડા ખાતે રહેતા યુવાન સાથે ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન યુવતીના પરિવારના સભ્યોને નામંજૂર હોવાથી પિતરાઇ ભાઇ સહિત પાંચ જણાએ અમદાવાદ (Ahmedabad)ના ઓઢવ વિસ્તારમાંથી પરણિતાને બે દિવસ પહેલાં અપહરણ કરી ગયા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધી અપહરણ કરતાઓની ધરપકડ કરી છે. આખરે શા માટે પરિવારના લોકોએ પોતાની જ દીકરીનું અપહરણ કરવાની જરૂર પડી?

પરિવારે ગુમ થયાની નોંધાવી હતી ફરિયાદ

ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના મુજબ અમદાવાદ (Ahmedabad)માં ફોઇના ઘરે રહેતા અને સાણંદ ખાતે ટાટા મોટર્સમાં નોકરી કરતાં યુવાન મયુર અશોકભાઇ પંચાસરાને બોટાદના માંડવધાર ખાતે રહેતી પોતાના સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. આ તરફ યુવતી ઘરેથી ભાગી જતાં તેના પિતા રમણીકભાઇ દલસાણીયાએ ગઢડા પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કરી પોલીસ સમક્ષ હાજર થયા હતા. યુવતી તેના પ્રેમી પતિ મયુર સાથે જ રહેવા માંગતી હોવાથી અને બન્ને પુખ્ત ઉંમરના હોવાથી પોલીસે તેને પતિ સાથે રહેવા જવા દીધી હતી.

પરિવારને પોતાની દીકરીના આ લગ્ન મંજૂર નહોતા તો…

આ તરફ યુવતી પોતાના સાસરે ચુડા ખાતે રહેતી હતી. જોકે, યુવતીના પરિવારને આ લગ્ન મંજૂર ન હોવાથી યુવતીને યેનકેન પ્રકારે પાછી લઇ જવા માટે ધમપછાડા કરતા હતાં. આથી બોટાદ ખાતે રહેતા મયુરના પિતરાઇના પરિવારની દુકાને જઇ યુવતીના ફોઇનો દિકરો વિજય દબાણ કરતો હતો. આથી આ પિતરાઇ પરિવાર છેલ્લા કેટલાક સમયથી બોટાદથી (Ahmedabad) ઓઢવ ખાતે રહેવા આવી ગયો હતો.

બળજબરીથી ગાડીમાં બેસાડી યુવતીનું અપહરણ કર્યું

યુવતી અને તેનો પતિ 15 દિવસ પેહલા ઓઢવ રેહવા આવ્યા હતા. ત્યારે ગત તારીખ 6 જુલાઇના રોજ યુવતી તેની પિતરાઇ જેઠાણી દક્ષાબેન વિરલભાઇ પંચાસરા સાથે તેમના પુત્રને નજીકમાં આવેલી સ્કૂલે મુકવા જતાં હતા. ત્યારે અગાઉથી ત્યાં બાઇક પર વિજય અને અન્ય અજાણ્યો શખ્સરાહ જોઇને ઊભા હતા. વિજયે યુવતીને બાઇક પર બેસાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એમાં સફળ થયો ન હતો. ત્યાં જ એક કાર આવી હતી એમાંથી બે જણા ઉતર્યા હતા. અને ચારેય જણાએ યુવતીને બળજબરી કરી ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. ત્યારે પોલીસે સમગ્ર ઘટના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલઃ પ્રદિક કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: Bhavnagar: એએએ…ગઈ! જોત જોતામાં નદીનો તેજ પ્રવાહ કારને તાણી ગયો

આ પણ વાંચો: Ahmedabad: કાચાપોચા હ્રદયના લોકો રહેજો દૂર! વાંદરાએ એક બાળકીને ચૂંથી નાખી

આ પણ વાંચો: Surat: એસટી બસે રાહદારીને લીધો અડફેટે, યુવકનું ઘટના સ્થળે જ મોત

Whatsapp share
facebook twitter