+

Ahmedabad: AMTS નો થયો ફરી અકસ્માત, ડ્રાઇવર ચિક્કાર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Ahmedabad: અમદાવાદમાં એએમટીએસ બસના છાસ વારે અકસ્માત થતા હોય છે. બોપલ ઘુમા ક્રિષ્ના સારથી સોસાયટી રબારી વાસ પાસે ફરી એકવાર એએમટીએસનો અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે સોસાયટી વિસ્તારમાં એએમટીએસ…

Ahmedabad: અમદાવાદમાં એએમટીએસ બસના છાસ વારે અકસ્માત થતા હોય છે. બોપલ ઘુમા ક્રિષ્ના સારથી સોસાયટી રબારી વાસ પાસે ફરી એકવાર એએમટીએસનો અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે સોસાયટી વિસ્તારમાં એએમટીએસ ઘૂસી જતા હોબાળો મચી ગયો હતો. અકસ્માતના કારણની વાત કરવામાં આવે તો એમટીએસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાનો જણાઈ આવ્યું છે. સ્વાભાવિક છે કે, ડ્રાઈવર પીધેલી હાલતમાં હોય તો અકસ્માત જેવી ઘટના બનાવાની જ છે.

મેઘાણીનગરથી ઘુમાગામ જતી AMTS બસનો અકસ્માત

મળતી વિગતો પ્રમાણે 50 નંબર એએમટીએસ Ahmedabad ના મેઘાણીનગરથી ઘુમાગામ જતી બસનો અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે AMTS બસ ડ્રાઇવરે સોસાયટી કમ્પાઉન્ડમાં બસ ઘુસાડી દીધી હતી. નોંધનીય છે કે, અકસ્માતમાં કોઈને કોઈ હાનિ થયાના સમાચાર સામે નથી આવ્યુ પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસનો ડ્રાઈવર ચિક્કાર નશામાં હતો. તો અહીં પ્રશ્ન એ થાય છે કે, એએમસી આવા નશો કરતા લોકોને કેમ નોકરી પર રાખે છે. આ તો સદ નસીબે કોઈને હાનિ થઈ નથી પરંતુ જો કે, જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની રહોત?

અમદાવાદના જોધપુર પાસે કાર, AMTS અને રિક્ષાનો ટ્રિપ્પલ અકસ્માત થયો હતો

આ પહેલા પણ એએમટી બસે અકસ્માત સર્જેલો છે. વિગતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ તો અમદાવાદ (Ahmedabad)ના જોધપુર પાસે 8 કાર વચ્ચે AMTS બસ અને રિક્ષાનો વિચિત્ર ટ્રિપ્પલ અકસ્માત સર્જાયા હોવાના સમાચાર સામે આવ્યા હતો. અકસ્માતની ઘટનામાં ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.

AMTS દ્વારા AC બસોને લીલી ઝંડી આપવામાં આવશે

આ સાથે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ AMTS દ્વારા AC બસોને (AMTS Bus) લીલી ઝંડી આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.. AMTS દ્વારા Ahmedabad શહેરમાં 100 જેટલી AC બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાંથી 20 બસ જૂન મહિનામાં શરૂ કરવામાં આવશે તેવી જમાવામાં આવ્યું હતું. તેમ AMTS કમિટીના ચેરમેન ધરમસી દેસાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Rajkot: અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ, મનસુખ સાગઠીયાના પાપ અંગે જાણભેદુની જૂબાની

આ પણ વાંચો: Banaskantha: શિક્ષણને બનાવ્યો ધંધો! પાંથાવાડામાં આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: Gir Somnath: મતગણતરીમાં થઈ હતી માથાકૂટ, સુત્રાપાડાના યુવાનનું પાડોશી સહિતના શખ્સોએ કર્યુ અપહરણ

Whatsapp share
facebook twitter