+

Ahmedabad : 2023માં G20 બેઠક અને ક્રિકેટ વર્લ્ડકપ જેવી ઇવેન્ટ્સથી અમદાવાદ એરપોર્ટ પ્રથમ કનેક્ટિંગ પોઇન્ટ રહ્યું

અમદાવાદના ગૌરવ સમુ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કેટલાય સુધારા-વધારા અને નવીન વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. 2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી…

અમદાવાદના ગૌરવ સમુ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કેટલાય સુધારા-વધારા અને નવીન વિક્રમ સર્જનો સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. 2023માં સૌથી વધુ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરી હતી.

પેસેન્જર ટ્રાફિક

ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચો દરમિયાન સતત ત્રણ દિવસ અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં સૌથી વધુ 42224 મુસાફરોએ અવરજવર કરી હતી. 20મી નવેમ્બરે સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓનો વિક્રમ સર્જાયો હતો. આ સાથે જ 19મી નવેમ્બરના રોજ SVPI એરપોર્ટ પર એક દિવસમાં સૌથી વધુ 359 એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ નોંધાઈ હતી. જેમાં 99 નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ મૂવમેન્ટ સાથે અત્યાર સુધીની સૌથી વધુ નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ મૂવમેન્ટ્સના રેકોર્ડ સાથે ખાસ રહ્યું હતું.

આ અસાધારણ સિદ્ધિઓ SVPI એરપોર્ટ પર સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ્સ અને સુધારાઓનું પરિણામ છે. તે AAI, CISF, ઇમિગ્રેશન, કસ્ટમ્સ, એરલાઇન્સ અને SVPI એરપોર્ટ ટીમ સહિત એરપોર્ટ સ્ટાફની સમર્પિત અને સખત મહેનતનું પ્રમાણ છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

મુસાફરો માટે આરામદાયક સુવિધાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને સુધારાઓ વિના અશક્ય છે. આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અપગ્રેડ અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ રહ્યું હતું. ડોમેસ્ટિક ટર્મિનલમાં નવા સિક્યુરિટી ચેક એરિયા, 50% વધુ જગ્યા ઉમેરવા, બેસવાની ક્ષમતામાં વધારો અને વધારાના એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર જેવા અનેક પરિચય સાથે વર્ષની શરૂઆત થઈ. સુરક્ષા સાથે ટેક્નોલોજીમાં ઉમેરો કરવા માટે આ વર્ષે નવા ઈ-ગેટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

વધુમાં નવા ડ્રોપ-ઓફ અને પિક-અપ વિસ્તારો વિકસાવવામાં આવ્યા અને સ્થાનિક ટર્મિનલની બહાર મુસાફરોના ઉપયોગ માટે કાર્યરત કરવામાં આવ્યા હતા. અગાઉ મુસાફરોને પિકઅપ અને ડ્રોપ કરવા આવતા સંબંધીઓ અને મિત્રો માટે માત્ર 2 લેન અને મર્યાદિત વિકલ્પો હતા. તે 6 લેન, મોટી પાર્કિંગ જગ્યાઓ, વધુ બેઠક વિસ્તાર અને બહુવિધ રિફ્રેશમેન્ટ વિકલ્પોમાં બદલાઈ ગયા છે.

સીમલેસ પેસેન્જર અનુભવને વધારવા વર્ષ-2023 દરમિયાન ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર અને ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ ટ્રાન્સફર સુવિધાઓ ઉમેરવામાં આવી હતી. ટ્રાન્સફર સુવિધાઓ જરૂરી સિક્યુરીટી ચેક અને અન્ય પ્રોટોકોલ્સમાં પ્રોસેસિંગ સમય ઘટાડાની ખાતરી આપે છે.

ઇન્ટરનેશનલ ટર્મિનલ ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાઓએ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ અને એરલાઇન્સની મુવમેન્ટ્સ વધારવામાં મદદ કરી છે. ટર્મિનલ સ્પેસમાં 2550 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા નવા ઈમિગ્રેશન કાઉન્ટર્સ હેરીટેઝ સીટીની કળા, સિટીસ્કેપ અને સંસ્કૃતિની ઝલક દર્શાવતા 24 અત્યાધુનિક ઈમિગ્રેશન કાઉન્ટર્સ ધરાવે છે.

આ વિસ્તરણનો ઉદ્દેશ્ય એરપોર્ટ પરથી પસાર થતા લાખો મુસાફરો માટે સરળ અને વધુ કાર્યક્ષમ આવાગમનના અનુભવોને સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે જ એક નવો ડિપાર્ચર ઈમિગ્રેશન વિસ્તાર પણ વિકસાવવામાં આવ્યો અને પેસેન્જરોની અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો.

નવી એરલાઇન્સ

નવી એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટથી મુસાફરો માટે વધુ આંતરરાષ્ટ્રીય સ્થળો ઉમેર્યા છે. ફ્લાય બગદાદ અને થાઈ એરેસિયા જેવી નવી એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટ પરથી કામગીરી શરૂ કરી હતી. વિયેટ જેટ વિયેતનામના બે સ્થળોને દૈનિક ફ્લાઇટ્સથી જોડે છે; ફ્લાય બગદાદ અઠવાડિયે બે વખત સીધું નજફ સાથે જોડાય છે. થાઈ એરએશિયા અઠવાડિયામાં ત્રણ વખત ડોન નુએંગ સાથે જોડાય છે. અન્ય એરલાઈન્સે આ વર્ષ દરમિયાન તેમના આવર્તન અને રૂટમાં વધારો કર્યો છે. મલેશિયા એરલાઇન્સે સાપ્તાહિક 4 ફ્રીક્વન્સીઝ સાથે કુઆલાલંપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરી અને તુર્કી એરલાઇન દ્વારા એક માલવાહક પણ વર્ષ દરમિયાન શરૂ થયું.

એરલાઇન્સે અમદાવાદને જોડતા અનેક સ્થળો ઉમેર્યા જેમ કે પંતનગર, શ્રીનગર, દીવ, જેસલમેર અને અગરતલા વાયા કોલકાતા, દુર્ગાપુર વાયા દિલ્હી, કોઇમ્બતુર વાયા હૈદરાબાદ અને ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ વાયા હૈદરાબાદ, પોર્ટ બ્લેર વાયા ચેન્નાઇ અને નાસિક, ગોવા- MOPA, પુણે, કોલકાતામાં વધારો અને લખનૌ.

વર્ષ 2023 દરમિયાન G20 બેઠક અને ક્રિકેટ વર્લ્ડકપ જેવા આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે અમદાવાદ એરપોર્ટ પ્રથમ કનેક્ટિંગ પોઇન્ટ રહ્યું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડિંગ અને બહેતર કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરવુ એ ગુજરાતના વિકાસ માટે એરપોર્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પણ વાંચો—-GIFT CITY : નશાબંધી અને આબકારી વિભાગે જાહેર કરી ગાઇડલાઇન્સ

Whatsapp share
facebook twitter