+

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અક્સ્માત કેસના આરોપી તથ્ય પટેલની ગુજરાત હાઇકોર્ટમાં હંગામી જામીન માટે અરજી

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અક્સ્માત કેસને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે. જેમાં હૃદય સંબંધિત તકલીફને લઈને…

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અક્સ્માત કેસને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે. જેમાં હૃદય સંબંધિત તકલીફને લઈને હંગામી જામીન માંગવામાં આવ્યા છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તે જેલમાં છે. અરજદારને વર્ષ 2023 ના ફેબ્રુઆરી મહિનામાં હૃદય સંબંધિત સારવાર અમદાવાદ (Ahmedabad)ની ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. આ સંદર્ભે હાઇકોર્ટે જેલ ઓથોરિટી પાસેથી અરજદારનું ફ્રેશ મેડિકલ સર્ટિફિકેટ મંગાવ્યું છે. તેમજ 14 જૂને વધુ સુનવણી રાખવામાં આવી છે. ઇસ્કોનબ્રીજ અકસ્માત પહેલા પણ સારવાર અપાઇ હતી, અગાઉ ગ્રામ્ય કોર્ટે અરજી નકારી હતી

કોર્ટમાં 04 અઠવાડીયાના હંગામી જામીન આ જ કારણોસર માંગ્યા

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 04 અઠવાડીયાના હંગામી જામીન આ જ કારણોસર માંગ્યા હતા. જો કે તથ્યને UN મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા કોર્ટે સૂચન કર્યું હતું. તેને જણાવ્યું હતી કે નવેમ્બર, 2023 માં પણ તેને હૃદય સંબંધિત તકલીફ સર્જાતા તેને જેલ ઓથોરિટીને જાણકારી આપી હતી. જો કે તેનો ECG નોર્મલ આવ્યો હતો.

આ કલમો હેઠળ થયેલી છે કાર્યવાહી

તથ્ય પટેલે ગતા વર્ષે ઇસ્કોન બ્રિજ ઉપર ખૂબ ઝડપે જેગુઆર ગાડી હંકારીને લોકોના ટોળાને અડફેટે લેતાં કુલ 09 લોકોના મૃત્યુ નિપજયા હતા. તેની ઉપર IPC ની કલમ 279, 337, 380, 304, 308, 504, 506(2), 114, 188 અને મોટર વેહિકલ એકટની કલમ 177, 184, 134B મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઉપરોક્ત કલમો પૈકી કેટલીક કલમોમાં તેને હાઇકોર્ટમાં ડીસ્ચાર્જ અરજી મૂકી છે. તે પેન્ડિંગ હોવાથી ગ્રામ્ય કોર્ટમા ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટો સવાલ જ તથ્યની જેગુઆર કારની સ્પીડને લઇને ઉઠ્યો હતો. અકસ્માતનો મોબાઇલમાં ઉતરેલો જે વીડિયો સામે આવ્યો હતો, તેમાંજ કારની બેકાબુ સ્પીડ જોઇ શકાતી હતી. જોકે તથ્યએ સ્પીડને લઇને અલગ-અલગ જવાબ જ આપ્યા હતા. ત્યારે સામે આવેલા સ્પીડ રિપોર્ટે બધી પોલ ખોલી નાંખી હતો.

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: Gandhinagar: હવે અમૂલનું ઘી પણ શુદ્ધ નથી? જુઓ ઝડપાયું આટલું મોટું કૌભાંડ

આ પણ વાંચો: Junagadh: આ તો જાણે મામાનું ઘર! પોલીસ પકડમાં પણ ગણેશ ગોંડલની ખીખીખી…

આ પણ વાંચો: Gondal: જસદણ હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત, ખાંડાધારના પૂર્વ સરપંચના પુત્રનું મોત

Whatsapp share
facebook twitter