+

Gujarat First Impact : વાંકાનેરમાં નકલી ટોલનાકા મુદ્દે આખરે જાગ્યું તંત્ર, તપાસના આદેશ

ગુજરાત ફર્સ્ટના અહેવાલનો મોટો પડઘો વાંકાનેરમાં નકલી ટોલનાકા મુદ્દે આદેશ જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ વાંકાનેર SDMને સોંપવામાં આવી તપાસ દોઢ વર્ષથી બાહુબલિઓ ચલાવતા હતા લૂંટ બંધ ફેક્ટરીમાં રસ્તો કાઢી…

ગુજરાત ફર્સ્ટના અહેવાલનો મોટો પડઘો
વાંકાનેરમાં નકલી ટોલનાકા મુદ્દે આદેશ
જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
વાંકાનેર SDMને સોંપવામાં આવી તપાસ
દોઢ વર્ષથી બાહુબલિઓ ચલાવતા હતા લૂંટ
બંધ ફેક્ટરીમાં રસ્તો કાઢી ટોલનાકું બનાવ્યું
ગેરકાયદે કરોડો રૂપિયાની ચલાવી લૂંટ
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જાગ્યું તંત્ર
નઘરોળ તંત્ર દ્વારા હવે તપાસની કામગીરી
લૂંટેલા રૂપિયા કેવી રીતે વસૂલશે તંત્ર?
બાહુબલિઓ સામે કાર્યવાહી ક્યારે થશે?
સરકારને ચૂનો ચોપડનારા ક્યારે પકડાશે?
ગુજરાત ફર્સ્ટ સતત ઉઠાવતું રહેશે અવાજ

મોરબીમાં નકલી ટોલનાકાનો મામલામાં ગુજરાત ફર્સ્ટે દર્શાવેલા અહેવાલ બાદ નઘરોળ તંત્ર જાગ્યું છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા સમગ્ર મામલાની તપા, વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. આ સાથે પોલીસને પણ તપાસ કરવા જણાવાયું છે. આ સાથે જ વ્હાઇટ હાઉસ નકલી ટોલ નાકાનો રસ્તો વાહનો માટે બંધ કરી દેવાયો છે.  પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ સ્થળે કરી દેવાયો છે.

ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રદર્શીત કર્યો હતો

વાંકાનેર પંથકમાં વઘાસીયા ટોલનાકા પાસે કેટલાક અસામાજીક તત્વો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ગેરકાયદેસર રીતે નકલી ટોલનાકું બનાવી વાહન ચાલકો પાસેથી લાખો રુપિયાનું ઉઘરાણું કરતા હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રદર્શીત કર્યો હતો. આ મામલે અચાનક જાગેલા નઘરોળ તંત્રએ તપાસના આદેશ આપ્યા હતા. દોઢ વર્ષથી બાહુબલિઓ લૂંટ ચલાવતા હતા અને બંધ ફેક્ટરીમાં રસ્તો કાઢી ટોલનાકું બનાવ્યું હતું. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે.

લૂંટેલા રૂપિયા કેવી રીતે વસૂલશે

જો કે સવાલ એ ઉભા થાય છે કે તંત્ર વાહનચાલકો પાસેથી લૂંટેલા રૂપિયા કેવી રીતે વસૂલશે અને આ માથાભારે બાહુબલિઓ સામે કાર્યવાહી ક્યારે થશે. સવાલ એ પણ થઇ રહ્યો છે કે સરકારને કરોડોનો ચૂનો ચોપડનારા ક્યારે પકડાશે.

વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું

રાજકોટ જિલ્લાના વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું ઉભુ કરી દેવાયું છે. વાહન ચાલકો ટોલથી બચી શકે અને અસામાજીક તત્વો પોતાનું ભરણું ભરી શકે તે માટે કેટલાક માથાભારે તત્વોએ નકલી ટોલનાકું ઉભુ કર્યું છે. ગેરકાયદેસર રીતે ટોલ પ્લાઝાના નામે ટોલ પ્લાઝાથી ઓછી રકમ ઉઘરાવવાનો સિલસિલો ચાલુ કરાયો છે અને રોજ લાખો રૂપિયાના ઉઘરાણા ચાલુ થઇ જતા મૂળ ટોલ પ્લાઝા સંચાલકોને કરોડો રૂપિયાનુ નુકસાન જઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક એટલે કે વાંકાનેર પોલીસ સહિત લાગતા વળગતા સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ટોલ પ્લાઝાના નામે ગેરકાયદેસર ઉઘરાણા બંધ થતા ન હોવાનો ટોલ પ્લાઝાના મેનેજરએ આક્ષેપ કર્યો છે.

માથાભારે શખ્સો દ્વારા ઉભુ કરાયું ટોલનાકું

વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે શખ્સો દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો રૂપિયા બાબતે ચોંકાવનારી વિગતો એવી જાણવા મળી છે કે વાંકાનેર નજીકના રોડ ઉપર વઘાસીયા ટોલ પ્લાઝા બનાવામાં આવ્યું છે. આ ટોલ પ્લાઝા ઉપરથી પસાર થતા વાહનો પાસેથી નિયમ મુજબ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ નાના મોટા વાહન ચાલકોને ટોલટેક્સ મોંઘો પડતો હોય આ ટોલ પ્લાઝા નજીકની વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઈસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્તો બનાવી દીધો છે અને ત્યાં ઓછો ટોલ ઉઘરાવામાં આવતાં વાહન ચાલકોને તો ઘી કેળાં થઇ ગયા છે.

અનેક વખત ફરિયાદો કરાઈ છતાં પરિણામ શૂન્ય

વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર સહિતના સંચાલકો કહે છે કે તેમના ટોલ પ્લાઝા નજીકની વ્હાઇટ હાઉસ ફેક્ટરી તેમજ નવા વઘાસિયા ગામે રસ્તાઓ બનાવીને ચોક્કસ માથાભારે ટોળકી દ્વારા ટોલ પ્લાઝાના નામે વાહન ચાલકો પાસેથી રોજ લાખો રૂપિયાની ઉઘરાણી કરાવતી હોવાની ફરિયાદ લાગતાં વળગતા સત્તાધીશોને અનેક વખત કરવામાં આવી છે. પરંતુ સત્તાધીશો તેઓની ફરિયાદને ધ્યાને લેતા નથી. પરિણામે મુખ્ય ટોલ પ્લાઝાના સંચાલકોને તેમજ સરકારને રોજની લાખો રૂપિયાની અને મહિને ₹1 કરોડથી પણ વધારેની નુકસાની થઈ રહી છે.

આ પણ વાંચો–-પર્દાફાશ : વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું..! વાંચો, અહેવાલ

Whatsapp share
facebook twitter