+

ત્યજી દીધેલા નવજાતનો Ahmedabad ગ્રામ્ય પોલીસે બચાવ્યો જીવ, જાણો સમગ્ર ઘટના

Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા શીલજના અવાવરું જગ્યા પર ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. જેની તપાસ કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડોગ સ્કોડની ટીમે ગણતરીના મિનિટમાં બાળકની માતા સુઘી…

Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા શીલજના અવાવરું જગ્યા પર ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. જેની તપાસ કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડોગ સ્કોડની ટીમે ગણતરીના મિનિટમાં બાળકની માતા સુઘી પહોંચાડીને કેસ ઉકેલી દીધો હતો. તો ચાલો જોઈએ કે શું હતી આ સમગ્ર ઘટના અને કોણ છે આરોપી મહિલા? જુઓ આ અહેવાલમાં…

અવાવરું જગ્યા પર ત્યજી દીધેલું બાળક મળ્યું

ગુરુવારે વહેલી સવારે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા શીલજ ગામની અવાવરું જગ્યા પર ત્યજી દીધેલું બાળક મળ્યું હતું. બાળક અવાવરું જગ્યા પર જોતા શેરી શ્વાન ભાસતા હતા જેને જોઈને રાહદારીઓ અને નજીકમાં રહેતા શ્વેતાબેન નામની મહિલા દ્વારા બાળકને કપડામાં લઈને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડયું હતું. આ સાથે સાથે બોપલ પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પોલીસે ચેસર નામના ડોગની મદદ લીધી હતી

બોપલના શીલજ વિસ્તારમાં ત્યજી દીધેલું બાળક અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકની નાળ પણ કાપી ન હતી અને હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસે ચેસર નામના ડોગની મદદ લીધી હતી. ચેસર ડોગ અમદાવાદ ગ્રામ્ય પોલીસની ફોર્સમાં સૌથી યંગ છે. જેનો જન્મ 2021માં જન્મ થયો છે. જે ડોગની મદદ થી બાળકની માતા સુધી પહોંચવા માટે ઘટના સ્થળે એક દુપટ્ટો મળ્યો હતો. જે દુપ્પતો ડોગે સુંઘતા આસપાસના 500 મીટર વિસ્તારમાં સર્ચ કર્યું હતું.

બાળક અને મહિલાના DNA સેમ્પલ લઈને FSL ખાતે મોકલાયા

આખરે છેલ્લે ઘટના સ્થળથી 150 મીટર દૂર આવેલા એક મકન સુધી પહોચ્યા અને ત્યાંના એક ઘર પાસે પહોંચીને ઊભો રહ્યો અને બાદમાં મહિલા પોલીસની મદદથી દરવાજો ખોલતા એક મહિલા મળી આવી હતી. જેની હાલત ગંભીર હતી અને જેને હાલમાં જ કોઈ બાળકને જન્મ આપ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. જેથી બોપલ પોલીસે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઇ અને વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલ બાળક અને મહિલાના DNA સેમ્પલ લઈને FSL ખાતે તપાસમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ બાળકના માતા પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે બાળકના પિતા કોણ છે? તેનું મૂળ વતન અને આ બાળકને શા માટે ત્યજી દેવામાં આવ્યું? આ તમામ બાબતે પોલીસ વિગતો મેળવી રહીં છે.

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: Ahmedabad પોલીસના વલણની ભારે ટીકા, ACP કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થ-ડે

આ પણ વાંચો: Gujarat: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના

આ પણ વાંચો: શું આ રીતે ભણશે GUJARAT? શાળા પ્રવેશોત્સવ વચ્ચે શિક્ષણની કડવી વાસ્તવિકતા!

Whatsapp share
facebook twitter