+

અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ” વિષય પર વિશેષ સેમિનાર યોજાયો

ગુજરાત આજે દેશ-વિદેશના ઉદ્યોગો અને રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે. ગુજરાતમાં રહેલી રોકાણની વિવિધ તકોને ઉજાગર કરવા તેમજ રાજ્યમાં રોકાણને આકર્ષવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પ્રથમ દિવસે “ધોલેરા: અ…

ગુજરાત આજે દેશ-વિદેશના ઉદ્યોગો અને રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે. ગુજરાતમાં રહેલી રોકાણની વિવિધ તકોને ઉજાગર કરવા તેમજ રાજ્યમાં રોકાણને આકર્ષવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પ્રથમ દિવસે “ધોલેરા: અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ” વિષય ઉપર વિશેષ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

ધોલેરા: અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ સેમિનાર

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે ધોલેરાને ફ્યુચર મોડલ ગ્રીનફીલ્ડ સિટી ગણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝનથી ગુજરાતમાં વિકસી રહેલું સ્માર્ટ, ગ્રીન, હાઈલી ડેવલપ અર્બનાઈઝેશન ગ્રીનફિલ્ડ કન્સેપ્ટ સાથેનું ધોલેરા ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી અન્ય રાજ્યો માટે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થશે. ભવિષ્યમાં ભારત સરકાર પણ દેશભરમાં ધોલેરાથી પ્રેરિત અનેક ગ્રીનફીલ્ડ સિટીનું નિર્માણ કરશે. શ્રી ગોયલે બે દશક પહેલાના અને અત્યારના ધોલેરા શહેર વચ્ચેના વિકાસપથની છબી પ્રસ્તુત કરી હતી. એક સમયે ધોલેરા માત્ર જમીનનો ટુકડો હતો, વડાપ્રધાનશ્રીના દૂરંદેશીપૂર્ણ વિચારથી આજે ત્યાં ઉદ્યોગો માટે પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ ૨૦૦૯માં તેમણે ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. ગુજરાતની શાંતી, સલામતી, સુરક્ષા, સુશાસન અને રાજ્ય સરકારની સક્રિયતા સહિત ધોલેરા સ્માર્ટ સિટીનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોને ધોલેરામાં રોકાણ કરવા આકર્ષે છે. ટાટા પાવર દ્વારા તાજેતરમાં જ ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ તકે મંત્રીશ્રીએ સૌ ઉદ્યોગકારોને ધોલેરામાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા હતા.

ટાટા પાવર કંપનીના એમ.ડી. શ્રી પ્રવીણ સિંહાએ ધોલેરા ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટીમાં ૩૦૦ મેગાવોટનો રીન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યો હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, ધોલેરામાં આવતા ઉદ્યોગોને રાજ્ય સરકારના અનેક લાભ અને સુવિધાઓ સહિત ગ્રીન એનર્જીની પણ સુવિધા મળશે. જે પ્રકારે ધોલેરા સ્માર્ટ સિટીનો વિકાસ થઇ રહ્યો છે, આગામી સમયમાં ધોલેરા સ્માર્ટ સિટી ઉપરાંત ફ્યુચરિસ્ટિક સિટી તરીકે પણ ઉભરી આવશે, તેમ કહી તેમણે સૌ ઉદ્યોગકારોને ધોલેરામાં રોકાણથી થતા લાભથી અવગત થવા અનુરોધ કર્યો હતો.

નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલોપમેન્ટ કોર્પોરેશનના એમ.ડી. શ્રી રજતકુમાર સૈનીએ ધોલેરા સ્માર્ટ સિટીની વિશેષતાઓ અંગે વિગતો આપતાં કહ્યું કે, કોઈ કંપનીને ધોલેરા ખાતે ઉદ્યોગ સ્થાપવા માટેની તમામ જરૂરી સુવિધાઓ ધોલેરામાં ઉપલબ્ધ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને ધોલેરા સુપેરે પ્રોત્સાહિત કરશે. આજે ધોલેરામાં ૨૦૦થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. આગામી ટૂંક સમયમાં જ ધોલેરા સ્માર્ટ સિટી રોડ, રેલ્વે તેમજ એર કનેક્ટિવિટીથી અન્ય પ્રાંત સાથે જોડાશે. ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણનું કાર્ય અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે, જે વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં કાર્યરત થશે.

ધોલેરા: અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ સેમિનાર

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ લિ.ના એમ.ડી. શ્રી સુપ્રિતસિંઘ ગુલાટીએ પ્રસંગિક ઉદબોધનમાં ધોલેરા સ્માર્ટ સિટીની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આજના સમયમાં વૈશ્વિક સ્તરે જ્યારે સ્માર્ટ સિટીની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ધોલેરા ફર્સ્ટ અને લાર્જેસ્ટ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સેમિનારમાં “ધોલેરા: ઇન્ડિયાઝ ફર્સ્ટ સેમિકોન સિટી ઇન મેકિંગ” વિષય પર અને ‘ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીઝ: ફ્યુચર ઑફ અર્બનાઇઝેશન’ વિષય પર પેનલ ડિસ્કશન સેશન યોજાયા હતા. પ્રથમ પેનલ સેશનમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ માટે મજબૂત ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે બીજા પેનલ સેશનમાં સસ્ટેનેઇબલ અને આયોજનબદ્ધ શહેરોની સ્થાપના, શહેરીકરણ અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા ચિંતન રજુ કરવામાં આવ્યું હતું.

આ પેનલ ડિસ્કશન્‍સમાં રિલાયન્‍સ ઇન્‍ડસ્ટ્રીઝના ન્યૂ મોબિલિટી સી.ઇ.ઓ શ્રી નિતિન શેઠ, જાપાન બેન્‍કના ચીફ રિપ્રેઝન્‍ટેટીવ શ્રી તોશિહિકો કુરિહરા, ઇન્‍ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્‍ડ સેમિકન્‍ડક્ટર એસોસિયેસનના ચેરપર્સન શ્રી સંજય ગુપ્તા, માઇક્રોન ટેક્નોલોજીના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્‍ટ હેમ ટાકીયાર સહિતના મહાનુભાવોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો – VGGS 2024 : ભારતને 2047 સુધીમાં 35 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનતા કોઇ નહીં રોકી શકે : Mukesh Ambani

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter