+

ફાટક ખુલ્લુ રાખી રેલવે કર્મચારી ઉંઘી ગયો અને….

Railway Employee : રાજકોટમાં રેલવે કર્મચારી (Railway Employee ) ની બેદરકારીનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. રાજકોટના પીડી માલવિયા કોલેજ પાસે આવેલું ફાટક ખુલ્લુ રાખી રેલવે કર્મચારી ઉંઘી ગયો હતો.…

Railway Employee : રાજકોટમાં રેલવે કર્મચારી (Railway Employee ) ની બેદરકારીનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. રાજકોટના પીડી માલવિયા કોલેજ પાસે આવેલું ફાટક ખુલ્લુ રાખી રેલવે કર્મચારી ઉંઘી ગયો હતો. જો કે જાગૃત નાગરીકે સાવચેતી રાખીને આ નિંદ્રાધીન કર્મચારીને ઉઠાડ્યો હતો અને ત્યારબાદ સિગ્નલ બંધ કરાયું હતું.

રેલવે ફાટક પર ફરજ દરમિયાન કર્મચારી ઊંઘતો ઝડપાયો

રાજકોટમાં રેલવે ફાટક પર ફરજ બજાવતા કર્મચારીની ઘોર બેદરકારી બહાર આવી છે. PD માલવિયા કોલેજ પાસે આવેલ ફાટકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રેલવે ફાટક પર ફરજ દરમિયાન કર્મચારી ઊંઘતો ઝડપાયો છે.

માલગાડી આવવાના સમયે ફાટક ખુલ્લુ મુકી આ રેલવે કર્મચારી ગાઢ નિંદ્રામાં પોઢી ગયો

ચોંકાવનારી વાત એ છે કે માલગાડી આવવાના સમયે ફાટક ખુલ્લુ મુકી આ રેલવે કર્મચારી ગાઢ નિંદ્રામાં પોઢી ગયો હતો. તેને સહેજ પણ એ વાતની ચિંતા ન હતી કે તેની બેદરકારી અનેક લોકોના જીવ લઇ શકે છે. જો કે આ સમયે એક જગૃત નાગરિક ત્યાં પહોંચતા તેણે આ રેલવે કર્મચારીને ઉઠાડ્યો હતો.

કર્મચારીને ઉઠાડ્યા બાદ સિગ્નલ બંધ કરાયું

નાગરિક દ્વારા કર્મચારીને ઉઠાડ્યા બાદ સિગ્નલ બંધ કરાયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રેલવે કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. સમગ્ર ઘટના અંગે રેલવે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાય તે જરુરી છે.
કર્મીની ગંભીર બેદરકારી મોટો અકસ્માત સર્જાતા રહી ગયો

આ પણ વાંચો—- દીવના દરિયામાં નહાવા પડેલો યુવાન ડૂબ્યો

આ પણ વાંચો— Jamnagar : 14 વર્ષનાં કિશોરને પોલીસ સ્ટેશન બોલાવી માતાની સામે ઢોર માર માર્યાનો PI પર આક્ષેપ

આ પણ વાંચો—- Ahmedabad Crime Branch: નરાધમ પ્રેમી સગીર પ્રેમિકાને બહેન બતાવી ઘરમાં પૂરી રાખતો

આ પણ વાંચો—- Porbandar Demolition: દરિયા નજીક 240 વિઘામાં ફેલાયેલા આલીશાન ફાર્મ હાઉસ તોડી પડાયા

Whatsapp share
facebook twitter