+

Ahmedabad : સાબરમતી જેલમાં રહેલા કાચા કામના કેદીએ સમાધાન કરવા ફરિયાદીને કર્યો ફોન.! વાંચો અહેવાલ

અહેવાલ—પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ સેન્ટ્રલ જેલ ફરી એક વખત આવી વિવાદમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ટેલિફોનનો દૂરઉપયોગનો કિસ્સો સામે આવ્યો કેનેડાના વિઝા અને વર્ક પરમિટ મામલે છેતરપિંડીના ગુનામાં કાચા કામના કેદી…

અહેવાલ—પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદ સેન્ટ્રલ જેલ ફરી એક વખત આવી વિવાદમાં
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ટેલિફોનનો દૂરઉપયોગનો કિસ્સો સામે આવ્યો
કેનેડાના વિઝા અને વર્ક પરમિટ મામલે છેતરપિંડીના ગુનામાં કાચા કામના કેદી તરીકે રહેલા પાર્થ જાની નામના કેદીએ ફરિયાદીને સમાધાન કરવા માટે ફોન કર્યો
અમદાવાદ જેલમાં ફોનનો દૂરઉપયોગ થતા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે
પાર્થ જાનીએ ફરિયાદીને ફોન કરતા કહ્યું કે, “48 લાખ રૂપિયા આપી દઇશ, હિયરિંગમાં વાંધા અરજી ના કરતા
કેદી અને ફરિયાદીની ઓડિયો ક્લિપ સામે આવતા વિવાદ ઉભો થયો

શું હતી ઘટના?

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા વિરલ પટેલ અને બીજા બે દંપતી એમ કુલ ચાર લોકોએ કેનેડા જવા માટે ગાંધીનગરના સરગાસણમાં રહેતા પાર્થ જાનીનો સંપર્ક કર્યો હતો. પાર્થ જાનીએ કેનેડા જવા માટે એક દંપતીના 58 લાખ રૂપિયા માંગ્યા હતા અને કેનેડાના વર્ક પરમિટ વિઝા લાવી આપવાની બાંહેધરી આપી હતી. વિરલ પટેલ અને અન્ય સંબંધીઓએ પાર્થ જાનીને 48 લાખ આપ્યા હતા. બાદમાં પાર્થ જાનીએ LMIA લેટર પાસપોર્ટ પર કેનેડાના વિઝા અને કેનેડાની ફ્લાઇટની ટિકિટ વોટ્સએપ પર મોકલી આપી હતી. વિરલ પટેલે આ ડૉક્યુમેન્ટની ખરાઇ કરાવતા તે નકલી હોવાનું સામે આવ્યું હતું.

પાર્થ જાનીની ધરપકડ

વિરલ પટેલે તે પછી પાર્થ જાનીને સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુનાહ નિવારણ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાદ પાર્થ જાનીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

કેદી-ફરિયાદીની ઓડિયો ક્લિપ વાયરલ

કેદી પાર્થ જાની- હેલ્લો, વિરલ ભાઈ, પાર્થ બોલું છું

ફરિયાદી વિરલ ભાઈ– હા બોલો

કેદી– હવે આઠમી તારીખે હિયરીંગ છે, અમે તમને પેમેન્ટ આપવા તૈયાર છીએ,તો કોઈ વાંધા અરજી નાખતા નહીં

ફરિયાદી – અરે એમ નહી પણ તમે પૂરેપૂરું પેમેન્ટ કરી દેશો

કેદી – 48 લાખ રૂપિયા સાતથી આઠ દિવસમાં આપી દઈશ, કોર્ટનું અમે અમારી રીતે કરી દઈશું, તમને હવે તો ચિંતા નથીને

ફરિયાદી – એક કામ કરો, તમે કોર્ટમાં આવો ને મારા વકીલ જ વાત કરશે

કેદી – એવું નહીં દાદા, હું અંદર જ હોઈશ તો શું થઇ શકશે જે થઇ ગયું તે થઈ ગયું, હવે એના પર માટી નાંખીએ

ફરિયાદી – મારે વાત કરવી પડશે, હું એકલો આ નિર્ણય લઇ નહીં શકું

કેદી – તમે તમારા વકીલ જોડે વાત કરી લો, હું તમને પાછો ફોન ક્યારે કરું,હજી સાંજે એક વખત મારાથી ફોન થશે

ફરિયાદી -હા તો વાંધો નહીં હું ચર્ચા કરી લઉં છું, તમે મને સાંજે ફોન કરો

કેદી પાર્થ જાની– હવે જે થઇ ગયું તે થઈ ગયું, મારા ઘરે બે નાના છોકરા છે, મારું બધું ડિસ્ટર્બ થઈ ગયું છે. હું સાચું કહું છું, હવે હું બહાર આવીશ ને તો જ રૂપિયા આપી શકીશ

જેલમાં રહેલા કેદીઓને ટેલીફોન સુવિધાના શું નિયમ છે?

નિયમ-1– કેદી જેલમાં એન્ટ્રી કરે તે વખતે બેથી ત્રણ લોકોના ફોન નંબર આપવાના હોય છે.

નિયમ-2- અઠવાડિયામાં ચોક્કસ દિવસમાં કેદીઓને ફોન ઉપર વાતચીત કરવા દેવામાં આવતી હોય છે.

નિયમ-3 – કેદી જેની સાથે વાત કરે તેનું રેકોર્ડિંગ જેલ તંત્ર રાખે છે.

નિયમ-4- ડૉક્ટર, સ્વજન અને વકીલ સાથે કેદીઓને વાત કરવા દેવામાં આવે છે.

નિયમ-5 સમય મર્યાદામાં વાત પૂર્ણ કરવાની હોય છે.

નિયમ-6– વાત કરતા પહેલા કેદીએ નંબર આપવાનો હોય છે અને જેલ તંત્ર અગાઉના નંબર સાથે વેરીફાઇ કરી નંબર ડાયલ કરી આપે છે.

આ પણ વાંચો—-સ્વામિનારાયણ મંદિર – મેમનગર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Whatsapp share
facebook twitter