+

SURAT ATTACK : સુરતમાં ઉશ્કરાયેલા સિટી બસના ચાલકોએ પોલીસકર્મીને માર માર્યો

સુરત (Surat)માં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. સુરતમાં સિટી બસ ચાલકો હડતાળ પર છે ત્યારે ડુમસ રોડ પર કેટલાક ઉશ્કેરાયેલા સિટી બસ ચાલકોએ પીસીઆર વાનમાં રહેલા પોલીસ કર્મી પર હુમલો…

સુરત (Surat)માં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. સુરતમાં સિટી બસ ચાલકો હડતાળ પર છે ત્યારે ડુમસ રોડ પર કેટલાક ઉશ્કેરાયેલા સિટી બસ ચાલકોએ પીસીઆર વાનમાં રહેલા પોલીસ કર્મી પર હુમલો (ATTACK ) કરી માર મારતાં ખળભળાટ મચી ગયો છે. હલ્લાબોલ કરી રહેલા ડ્રાઇવરોના ટોળાએ બેકાબુ બનીને પીસીઆર વાનના પોલીસ કર્મી પર હુમલો (ATTACK ) કરીને માર માર્યો હતો.

ટોળાએ પોલીસકર્મીને માર માર્યો

આ સમગ્ર હુમલા (ATTACK ) વિડીયો પણ વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં જોઇ શકાય છે કે કેટલાક ઉશ્કેરાયા લોકો પોલીસની વાન તરફ આગળ ધસે છે અને ડ્રાઇરને બહાર કાઢી તેને માર મારવાનું શરુ કરે છે. પોલીસ કર્મી મારથી બચવા ભાગતો ફરે છે પણ ટોળું પણ તેની પાછળ દોડતું રહે છે. પોલીસ કર્મી મારથી બચવા દોતો દોડતો એક કારમાં બેસી જાય છે પણ તેની પાછળ ટોળું પહોંચી જાય છે અને બળજબરીપૂર્વક પોલીસ કર્મીને કારમાંથી બહાર કાઢીને તેને માર મારવાનું શરુ કરે છે. ટોળુ બેફામ બનીને પોલીસ કર્મીને માર મારતું રહે છે.

સિટી બસમાં તોડફોડ

સુરતના ડુમસ રોડ પર સિટી બસમાં તોડફોડ પણ કરાઇ હતી અને પોલીસ કર્મીને પણ માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી છે અને હુમલાખોરો વિશે તપાસ શરુ કરી છે.સુરતની આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ છે. જાહેર રોડ પર સિટી બસ ચાલકોનું ટોળુ બેફામ બન્યું હતું અને જાણે કે કાયદાનો કોઇ ડર જ ના હોય તેમ ધોળા દિવસે પીસીઆરવાનમાંથી પોલીસ કર્મીને બહાર કાઢી દોડાવી દોડાવીને માર મારતું હતું.

આ પણ વાંચો–-VIBRANT GUJARAT GLOBAL SUMMIT : આ વખતની સમિટ ઐતિહાસિક બની રહેશે, વાંચો શું કહ્યું ઉદ્યોગ મંત્રીએ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter