+

અમદાવાદના એક શખ્સે બનાવી સૌથી ઓછા વજનની ગોલ્ડમાંથી બનેલી ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી

અહેવાલ – પ્રદિપ કચિયા હાલમાં ક્રિકેટ વનડે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. અને આ વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું છે. ત્યારે અમદાવાદના એક સોનાના વેપારીએ સૌથી ઓછા સોનામાં ક્રિકેટ…

અહેવાલ – પ્રદિપ કચિયા

હાલમાં ક્રિકેટ વનડે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. અને આ વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું છે. ત્યારે અમદાવાદના એક સોનાના વેપારીએ સૌથી ઓછા સોનામાં ક્રિકેટ વર્લ્ડ કપ બનાવ્યો છે.

વનડે ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની ભારત કરી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ 14 તારીખે ભારત અને પાકિસ્તાનની મેચ છે. જે મેચને લઈને અમદાવાદીઓમાં અને ક્રિકેટ રશિકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક સોના ચાંદીના વેપારીએ સોનાના સૌથી ઓછા વજનમાં ક્રિકેટ વર્લ્ડ કપ બનાવ્યો છે. રઉફ શેખે સતત ત્રીજી વખત વર્લ્ડ કપની ટ્રોફી ગોલ્ડમાં ડિઝાઇન કરી છે. વર્ષ 2015માં રઉફ શેખે પ્રથમ વખત 1.200 મિલિગ્રામ ગોલ્ડની ટ્રોફી બનાવી હતી. વર્ષ 2019માં 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવવામાં આવી હતી. આ વખતે વર્ષ 2023માં વજનમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે અને વર્લ્ડ કપની ટ્રોફી માત્ર 0.900 મિલિગ્રામ વજનની સોનામાં બનાવવામાં આવી છે.

સૌથી ઓછા વજનની ગોલ્ડમાંથી બનેલી વર્લ્ડ કપની ટ્રોફી બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ અને લિમકા બુક ઓફ રેકોર્ડમાં તેમણે પોતાની દાવેદારી નોંધાવા માટે તૈયારી દર્શાવી છે. 2019 માં જ્યારે 1 ગ્રામ વજનની ટ્રોફી બનાવી હતી ત્યારે રેકોર્ડ માટે ચુકી ગયા હતા તેને ધ્યાનમાં રાખીને આ વખતે માત્ર 0.900 મિલિગ્રામ વજનની ટ્રોફી બનાવી છે. બે મહિનાની મહેનતથી આ સૌથી ઓછા વજનની ટ્રોફી તૈયાર કરવામાં આવી છે. રઉફ શેખે વર્ષ 2015માં બનાવેલો સોનાનો વર્લ્ડ કપ 2019માં અમદાવાદના નારણપુરા ખાતે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપણીના હસ્તે વિજેતા ટીમને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –  World Cup : ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપ ફાઈનલનો લીધો બદલો, ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો – World Cup : લાંબા અરસે અમદાવાદના સ્ટેડિયમમાં સાંભળવા મળ્યા સચીન..સચીન ના નારા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter