+

Ahmedabad : વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં વિકરાળ આગ

અમદાવાદમાં રમકડાના ગોડાઉનમાં આગ ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે વિશાલા બરફની ફેકટરીની પાસે આગ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુના પ્રયાસ આગ બુઝાવવાની કામગીરી શરૂ અમદાવાદના વિશાલા વિસ્તારમાં રમકડાના ગોડાઉનમાં…

અમદાવાદમાં રમકડાના ગોડાઉનમાં આગ
ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે
વિશાલા બરફની ફેકટરીની પાસે આગ
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુના પ્રયાસ
આગ બુઝાવવાની કામગીરી શરૂ

અમદાવાદના વિશાલા વિસ્તારમાં રમકડાના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે. આગ એટલી વિકરાળ છે કે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ હાલ સ્થળ પર કામગિરી કરી રહી છે.

15થી વધુ ફાયરની ગાડીઓને મોકલવામાં આવી

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના વિશાલા પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. વિશાલા સર્કલ પાસે બરફની ફેક્ટરી નજીક આવેલા રમકડાના ગોડાઉનમાં આ આગ લાગી છે જેમાં 15થી વધુ ફાયરની ગાડીઓને મોકલવામાં આવી છે.

આગ બુઝાવાની કામગિરીમાં ફાયર બ્રિગેડના 3 કર્મચારી દાઝ્યા

હાલ જે વિગત મળી રહી છે કે આગ બુઝાવાની કામગિરીમાં ફાયર બ્રિગેડના 3 કર્મચારી દાઝ્યા છે. ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયા છે અને આગ બુઝાવાની ભારે મહેનત કરી રહ્યા છે.

શોર્ટ સર્કિટથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

 બપોરે 12 વાગ્યાના અરસામાં લાગેલી આગ પર કાબુ મેળવતા ફાયર બ્રિગેડ ને બે થી અઢી કલાક લાગ્યા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્રણ માળનું આખું ગોડાઉનનું બિલ્ડીંગ આગની લપેટમાં આવી ગયું હતું. 15 ફાયર ફાઈટરની મદદથી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જનહાની થવા પામી ન હતી. જોકે રેસીડેન્સીયલ વિસ્તારમાં આ પ્રકારના કોમર્શિયલ ગોડાઉનને કારણે રેસીડેન્સીયલ વિસ્તારને મોટું નુકસાન થઈ શકે છે ત્યારે રેસીડેન્સીયલ વિસ્તારમાં આ પ્રકારના ગોડાઉન ને પરમિશન મળી હતી કે કેમ તે પણ તપાસનો વિષય છે.

આ પણ વાંચો—-રાઘવજી ઉવાચ : ‘નેતા હોવાથી કોઈ ફી લે નહીં, પરીક્ષાનું પણ પૂછે નહીં..!’

Whatsapp share
facebook twitter