+

Surat : કડોદરામાં બાળકનું અપહરણ કરી હત્યા

સુરત—ઉદય જાદવ, સુરત  સુરત (Surat)માં અપહ્યત સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. સુરત જિલ્લા પોલીસે બે દિવસ સુધી સગીરને સહી સલામત શોધી કાઢવા દિવસ રાત ચક્રો ગતિમાન કર્યા પરંતુ નિરાશા હાથ…
સુરત—ઉદય જાદવ, સુરત 
સુરત (Surat)માં અપહ્યત સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. સુરત જિલ્લા પોલીસે બે દિવસ સુધી સગીરને સહી સલામત શોધી કાઢવા દિવસ રાત ચક્રો ગતિમાન કર્યા પરંતુ નિરાશા હાથ લાગી છે. સગીરનું અપહરણ કરી ૧૫ લાખની ખંડણી મામલે પોલીસે એક આરોપી ને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્યો લોકોની સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
12 વર્ષના બાળકનું અપહરણ 
સુરત જિલ્લામાં છાસવારે ચોરી, લૂંટ, હત્યા,બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓ બનતા જ રહેતા હોય છે. સુરત જિલ્લા પોલીસ પણ ગુનાઓએ નાથવા મથામણ કરી રહી છે. પરંતુ ગુનેગારો માટે સુરત જિલ્લો આશીર્વાદ સમાન હોય તેમ એક પછી એક ગુનાઓને બેખોફ બની અંજામ આપી રહ્યા છે. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં શિવમ સોસાયટીમાં રહેતા સુધીર મહતો નામના વ્યક્તિ રહે છે. જેઓ ટેમ્પો ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો એક ૧૨ વર્ષીય અમરેન્દ્ર ઉર્ફે શિવમ મહતો નામનો દીકરો છે. ૮ તારીખના રોજ સુધીર મહતો જ્યારે પોતાના નિત્યક્રમ અનુસાર ટેમ્પો લઈ ઘરે પહોંચ્યા ત્યારે એક અજાણ્યા મોબાઈલ નંબર થી ફોન આવ્યો. ફોન પરની વાત સાંભળતાં જ તેઓના પગ નીચેની જમીન ખસી ગઈ. આ ફોન એક કિડનેરપરનો હતો.
ફોન કરી ધમકી આપી 
કિડનેપિંગ કરનાર શખ્સે તેમનો દીકરો ઘરે આવ્યો કે નહીં તેમ પિતાને પૂછ્યું હતું અને પિતાએ “નહિ આયા” તેમ જણાવ્યું હતું. ત્યારે ફરીથી કિડનેરપરનો ફોન આવતા તેને ધમકી આપતી હતી “તુમ્હારા લડકા ઘર આયેગા ભી નહીં તું મુજે પચાસ હજાર દોગે તો લડકા આયેગા” ઓર પોલીસ મેં જાયેગા તો તુમ્હારા લડકા નહિ આયેગા.
15 લાખની ખંડણી માગી
 સગીરના પિતાએ આ વાત સાંભળી શિવમ ની શોધખોળ  હાથ ધરી હતી. જોકે કોઈ ભાળ મળી ન હતી. ત્યાર બાદ ફરીથી કિડનેરપરનો ફોન આવ્યો હતો છે અને કહ્યું કે  “પોલીસ મેં ગયા તો તેરે બચ્ચો કો માર ડાલુંગા, મેરે આદમી તેરે પીછે લાગે હુએ હૈ, સુબહ તક ૧૫ લાખ કી વ્યવસ્થા કરી દેના” તેવુ કહી ફોન કાપી નાખ્યો હતો. અપહરણકર્તાના ફોન થી ગભરાયેલ પરિવાર અંતે પોલીસે જાણ કરી હતી.
અપહરણકર્તાઓએ બાળકની હત્યા કરી
પોલીસે ઘટનાની ગંભીરતા સમજી સુરત જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં સોમ્બિગ કરી સગીરની ભાળ મેળવવાના પ્રયાસ કર્યા હતા. પોલીસ કડોદરા સહિત તમામ વિસ્તારમાં હ્યઇમન ઇન્ટીલીજન્સ, ટેક્નિલકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ ખૂંદી રહી હતી. સતત બે પોલીસ તમામ વિસ્તારમાં તમામ પાસાની ઝીણવટભરી તપાસ હાથધરી રહી હતી. જો કે કેટલાક શકમંદો ની ભાળ મળતા તેમના ફોટા સાથે શોધખોળ શરુ કરી રહી હતી. પરંતુ અંતે કિડનેપરોએ પોલીસે પકડમાં આવી જશે તેવો ડર વધતા બાળકની હત્યા કરી દીધી હતીસ અને કામરેજ તાલુકાના ઉંભેર ગામની સીમમાં ઝાડીઝાંખરામાં તેનો મૃતદેહ ફેંકી દઈ ફરાર થઇ ગયા હતા.
આરોપીઓની શોધખોળ
મહત્વનું છે કે પોલીસે સમગ્ર અપહરણના ગુનામાં એક રીક્ષા સાથે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ અન્ય શકમંદોની પણ ઓળખ કરી લીધી છે. અપહરણકર્તાઓ પણ એ જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાને પરિચિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જોકે અન્ય અપહરણકર્તા પોલોસ પકડ થી દુર છે. જેને લઈ સુરત જિલ્લા LCB, SOG, સહિત રેન્જ ની ટિમે તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.
Whatsapp share
facebook twitter