+

16 વર્ષીય તરુણીએ ઘરમાં જ બાળકને જન્મ આપતા પરિવારના હોશ ઉડી ગયા

પેટમાં દુખાવો થતો હોવાનું કહી તરુણી ઘરના બીજા રૂમમાં ચાલી ગઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો. વાત છે સુરતના વેડરોડ રોડ વિસ્તારની જ્યાં એક 16 વર્ષીય તરુણીએ ઘરમાં જ…

પેટમાં દુખાવો થતો હોવાનું કહી તરુણી ઘરના બીજા રૂમમાં ચાલી ગઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો. વાત છે સુરતના વેડરોડ રોડ વિસ્તારની જ્યાં એક 16 વર્ષીય તરુણીએ ઘરમાં જ નવજાત બાળકને જન્મ આપ્યો, બાળકને જન્મ આપ્ય બાદ તરુણી અને નવજાત બાળક બન્નેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સુરતના વેડરોડ ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા રોશન નામના યુવાને લગ્નની લાલચ આપી 16 વર્ષીય તરુણીનું અવાર-નવાર શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવી છોડી દીધી હતી. કિશોરીને ગર્ભ રહી જતા તેણીએ જેમ તેમ પરિવારથી ગર્ભ છુપાવ્યો હતો. ત્યારબાદ ઘરમાં જ બાળકને જન્મ આપ્યો હતો જે જોઈ પરિવાર ના હોસ ઉડી ગયા હતા. પોલીસના કહેવા અનુસાર પરિવારે જણાવ્યું હતું કે, વેડરોડ વિસ્તારમાં પરિવાર રહે છે જેમાં 16 વર્ષીય તરુણીએ પેટમાં દુખાવાનું કહી શાળામાં રજા પાડી હતી. પરિવારને શંકા જતા તરુણી પર મોટી બહેને નજર રાખી હતી. તરુણી પેટમાં દુખતું હોવાનું કહી ઘર ના નીચેના રૂમમાં ગઈ હતી.

જ્યાં 16 વર્ષીય તરુણીએ બાળકને જન્મ આપ્યો હતો. કશું અજુગતું લાગતા પરિવારને કઈંક થયું હોવાની આશંકા થઈ જે બાદ માતા અને મોટી બહેને તરુણીના રૂમનો દરવાજો ખખડાવ્યો બાદમાં ડરેલી તરુણી એ દરવાજો ખોલ્યો પરંતુ દરવાજો ખુલતા બાળક ના રડવાનો અવાજ આવતા પરિવાર ચોકી ઉઠ્યું હતું. પુત્રીએ બાળકને જન્મ આપ્યોની વાતે પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પાડોશમાં રહેતા રોશન એ લગ્ન કરવાની લાલચ આપી હવસ સંતોશી હતી. તરુણીને ગર્ભવતી બનાવી હતી. તરુણીની કેફિયતને પગલે પોલીસે તરુણીની માતાને રોશન વિરૂદ્ધ ફરિયાદી બનાવી હતી.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, રોશને લગ્નની લાલચે જુલાઇ-22થી નવેમ્બર-22 દરમિયાન તરુણીનું શારીરિક શોષણ કર્યું હતું. જે બાદ તરુણી ઘરમાં બાળકને જન્મ આપ્યો હતો અને બાળક અને માતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જે અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાળકને જન્મ આપનાર તરુણી સગીર હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી તેની માતાની ફરિયાદના આધારે રોશન વિરુદ્ધ ચોક બજાર પોલીસે દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –અમદાવાદમાં ફરી એકવાર વિસ્મય શાહ કેસનું પુનરાવર્તન, 10 લોકોના થયા મોત

આ પણ વાંચો – AHMEDABAD NEWS : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – રાબિયા સાલેહ

Whatsapp share
facebook twitter