+

Rajkot Fire : ગેમઝોનમાં કોઇના કહેવાથી મંજૂરી અપાઇ હતી..?

Rajkot fire : રાજકોટ અગ્નિકાંડ (Rajkot fire ) માં હવે તપાસ તેજ થઇ રહી છે. સરકારના કડક આદેશ બાદ બેજવાબદાર અધિકારીઓની પૂછપરછ થઇ રહી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સસ્પેન્ડ કરાયેલા…

Rajkot fire : રાજકોટ અગ્નિકાંડ (Rajkot fire ) માં હવે તપાસ તેજ થઇ રહી છે. સરકારના કડક આદેશ બાદ બેજવાબદાર અધિકારીઓની પૂછપરછ થઇ રહી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સસ્પેન્ડ કરાયેલા 7 અધિકારીઓના નિવેદન લીધા હતા અને તેમની સઘન પૂછપરછ કરી હતી. આ અધિકારીઓને આરોપી તરીકે ગણવા કે કેમ તે અંગેનો નિર્ણય હવે કરાશે તેમ પોલીસ સુત્રોએ કહ્યું હતું.

સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા

રાજકોટ અગ્નિકાંડમાં 33 નિર્દોષ લોકોના મોત થયા બાદ તંત્રના બેજવાબદાર અને ગંભીર બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે તવાઇ છે. સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા જેમાં પીઆઇ એન.આઇ.રાઠોડ, પીઆઇ વી.આર.પટેલ, મનપાના આસિ.ટાઉન પ્લાનર ગૌતમ જોશી, મનપાના આસિ. એન્જિનીયર જયદીપ ચૌધરી, ફાયર ઓફિસર રોહિત વિગોરા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર.સુમા અને નાયબ કાર્યપાલક ઇજનેર પારસ કોઠીયાનો સમાવેશ થાય છે.

કોઇની મંજૂરી આપવાની સૂચના હતી કે કેમ..?

આ સસ્પેન્ડેડ અધિકારીઓને એક પછી એક રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ બોલાવાયા હતા. પીઆઇ રાઠોડની સતત 12 કલાક સુધી પૂછપરછ કરાઇ હતી. જ્યારે છેલ્લે મંજૂરી અપાઇ ત્યારે મંજૂરી આપવાના ક્યા ક્યા કારણો હતા, ક્યા દસ્તાવજો અરજી સાથે જોડાયેલા હતા, કોઇની મંજૂરી આપવાની સૂચના હતી કે કેમ સહિતના પ્રશ્નો પર આ અધિકારીઓની પૂછપરછ કરાઇ હતી.

CP ના નિર્ણયની રાહ જોવાશે

હવે આ અધિકારીઓનો આરોપી તરીકે સમાવેશ કરવો કે નહીં તેનો નિર્ણય કરવામાં આવષે પોલીસ સુદ્રોએ કહ્યું કે પોલીસ કમિશનર બ્રિજેશ ઝાના માર્ગદર્શન બાદ આગળનો નિર્ણય કરશે.

JCP , ઇજનેર. અને પી.આઇને બચાવા માટે કારસ્તાન ?

બીજી તરફ રાજકોટ અગ્નિકાંડમાં તપાસ માટે રચાયેલી SIT ની મેલી મુરાદ છે ? તેવો સવાલ પણ રાજકોટવાસીઓ પુછી રહ્યા છે . ખાસ કરીને JCP , ઇજનેર. અને પી.આઇને બચાવા માટે કારસ્તાન ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. લાઇસન્સ બ્રાન્ચમાં મંજૂરી આપવાની ફાઈલની હજુ સુધી તપાસ કરવામાં આવી નથી. લાયસન્સ બ્રાન્ચમાં પડેલી ફાઇલમાં અનેક રાઝ છુપાયા હોવાની પણ આશંકા છે. કોની સહીથી મંજૂરી અપાઇ હતી તેનો પણ તપાસમાં ખુલાસો થઇ શકે છે.

આ પણ વાંચો—– GONDAL : રાજકોટ અગ્નિકાંડના 72 કલાક બાદ 20 વર્ષીય યુવાનનો મૃતદેહ પરિવારને સોંપાયો

આ પણ વાંચો- Rajkot GameZone Tragedy : અધિકારીઓ બાદ Rajkot નેતાઓનો પડશે વારો! જનતાનો સવાલ

Whatsapp share
facebook twitter