+

15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરીએ લાગ્યો અને….

Rajkot TRP Gamezone : રાજકોટના TRP ગેમઝોન ( Rajkot TRP Gamezone) માં અગ્નિકાંડમાં ગોરખપુરનો 22 વર્ષનો યુવક ગુમ થયો છે. આ યુવક TRP ગેમઝોનમાં નોકરી કરતો હતો અને હાલ તે…

Rajkot TRP Gamezone : રાજકોટના TRP ગેમઝોન ( Rajkot TRP Gamezone) માં અગ્નિકાંડમાં ગોરખપુરનો 22 વર્ષનો યુવક ગુમ થયો છે. આ યુવક TRP ગેમઝોનમાં નોકરી કરતો હતો અને હાલ તે જીવિત છે કે નહીં તે વાતથી પણ તેનો પરિવાર અજાણ છે. તેના સગા હાલ આ યુવકની શોધખોળ કરી રહ્યા છે પણ તેનો કોઇ પતો મળતો નથી.

ગોરખપુરનો 22 વર્ષનો યુવક

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ગોરખપુરનો 22 વર્ષનો યુવક ગુમ થયો છે. મનુ ગોડ નામનો આ યુવક મુળ ગોરખપુરનો છે અને મજૂરી કામ માટે રાજકોટ આવ્યો હતો. તે TRP ગેમઝોનમાં યુવક નોકરી કરતો હતો અને શાપર વેરાવળમાં રહેતો હતો.

આ યુવક જીવિત છે કે નહીં તે વાતથી પરિવાર અજાણ

આ યુવકના પરિવાર સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી. જો કે આ યુવક જીવિત છે કે નહીં તે વાતથી પરિવાર અજાણ છે. પરિવારે કહ્યું કે અત્યાર સુધી અમને કંઇજ ખબર નથી. એક વખત અમે તેને જોવા માંગીએ છીએ.

ગત રાતથી ગુમ છે

સંગીતાબેને કહ્યું કે મોનું મારા નણંદનો પુત્ર છે. 15 દિવસ પહેલા જ તે ગામથી આવ્યો હતો. સાંજે ખબર પડી અને અમે અહીં આવ્યા છે. પોલીસ ચોકીમાં મારા પરિવારના સભ્યો છે. સિવિલમાં અમને મોકલ્યા છે પણ હજું સુધી કોઇ માહિતી મળી નથી. અમે ખાલી એક વાર તેને જોવા માગીએ છીએ.

મોનુના સ્વજનના આંસુ સુકાતા નથી

મોનુના સ્વજનના આંસુ સુકાતા નથી. તેમને અહીંથી ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. તંત્ર નિર્લજ્જતા જોવા મળી રહી છે અને પરિવારોને કોઇ સાંભળતું નથી.

આ પણ વાંચો— Rajkot: પહેલા ટિલાળાનું હાસ્ય અને હવે બાવળિયાની બેશર્મી! નેતાઓને લાજશરમ છે કે નહીં?

આ પણ વાંચો—વીકેન્ડનો ફાયદો ઉઠાવવા TRP ગેમઝોનની ફી ઘટાડાઇ હતી

Whatsapp share
facebook twitter