+

BSF ગાંધીનગરમાં 12મા રોજગાર મેળાનું આયોજન, PM MODI વર્ચ્યુઅલ રીતે રહ્યા ઉપસ્થિત

રોજગાર મેળો :  આજરોજ BSF ગાંધીનગર ખાતે 12 મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ કાર્યક્રમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. કુલ મળીને, દેશભરમાં 47 અલગ-અલગ…

રોજગાર મેળો :  આજરોજ BSF ગાંધીનગર ખાતે 12 મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ કાર્યક્રમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. કુલ મળીને, દેશભરમાં 47 અલગ-અલગ સ્થળોએ એક લાખથી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રોજગાર મેળો

રોજગાર મેળો

આ પ્રસંગે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્સ્પેક્ટર જનરલ BSF, ગુજરાત, BSF અને અન્ય કેન્દ્રીય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

BSF અને અન્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સહિત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના 200 ઉમેદવારોને આજે BSF ગુજરાતના ફ્રન્ટીયર હેડક્વાર્ટર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં નિમણૂક પત્રો મળ્યા હતા.

આ પણ વાંચો — GLPL : ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter