+

Heat Wave : રાજ્યમાં જીવલેણ બની ગરમી, 10ના મોત

Heat Wave : રાજ્યનાં કાળઝાળ ગરમી હવે જીવલેણ બની રહી છે. હીટવેવ (heat wave ) ના કારણે સુરતમાં એક જ દિવસમાં 10 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ખેંચ અને હીટસ્ટ્રોકથી…

Heat Wave : રાજ્યનાં કાળઝાળ ગરમી હવે જીવલેણ બની રહી છે. હીટવેવ (heat wave ) ના કારણે સુરતમાં એક જ દિવસમાં 10 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ખેંચ અને હીટસ્ટ્રોકથી વિવિધ શહેરોમાં 15ના મોત થયા છે. ગરમીનો પારો આજે પણ રેકોર્ડ તોડી શકે છે.

લૂ લાગવી, હીટ સ્ટ્રોક અને ખેંચ આવવી જેવા બનાવો વધી રહ્યા છે

રાજ્યમાં સવારના ભાગથી જ અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે છે. ફૂંકાઇ રહેલા ગરમ પવનના કારણે લોકોની સ્થિતિકફોડી બની રહી છે. ચામડી દઝાય તેવો આકરો તડકો પડી રહ્યો છે અને તેની સીધી અસર માણસના આરોગ્ય પર પણ પડી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવી, હિટ સ્ટ્રોક અને ખેંચ આવવી જેવા બનાવો વધી રહ્યા છે. હોસ્પિટલોમાં આ પ્રકારના દર્દીઓ વધી રહ્યા છે.

સુરતમાં એક જ દિવસમાં ગરમીના કારણે 10 વ્યક્તિના મોત

બીજી તરફ રાજ્યમાં આકરી ગરમી જીવલેણ બની છે અને વિવિધ શહેરોમાં ખેંચ અને હિટ સ્ટ્રોકથી 15 વ્યક્તિના મોત થયા છે અને કુલ મૃત્યુંઆક 19 પર પહોંચ્યો છે. સુરતમાં એક જ દિવસમાં ગરમીના કારણે 10 વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળે છે.

વડોદરામાં વધુ 4 લોકોના મોત

વડોદરામાં વધુ 4 લોકોના મોત થયા છે અને પીલુચામાં 4 વર્ષના બાળકનું મોત થયું છે. આકરી ગરમી એવી પડી રહી છે કે અમદાવાદમાં તો 7 વર્ષનો રેકોર્ડ તૂડ્યો છે. અમદાવાદમાં બુધવારે 46 ડિગ્રી તાપમાન નોધાયું હતું. હજું પણ 5 દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારાકરવામાં આવી છે. સતત 8 દિવસથી જાણે કે અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના 12 શહેરોમાં હીટવેવનો અનુભવ થઇ રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી જાણે કે કર્ફ્યુ લદાયો હોય તેમ રસ્તા સૂમસામ ભાસી રહ્યા છે. લોકો ઘર કે ઓફિસની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

સતત પ્રવાહી પીતાં રહો

તબીબોએ પણ આકરી ગરમીમાં ઘર કે ઓફિસની બહાર ના નીકળવા માટે સલાહ આપી છે. અમદાવાદ મેડિકલ ઓસોસિએશન સાથે સંકળાયેલા ડો. સાહિલ શાહે કહ્યું કે ગરમીના કારણે ખાસ કરીને બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવું જોઇએ. ઉપરાંત સતત પ્રવાહી પીતાં રહેવું જોઇએ. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ ઘની બહાર નિકળવાનું ટાળવું જોઇએ.

આ પણ વાંચો— Cyclone : શક્તિશાળી વાવાઝોડું ઝડપથી વધી રહ્યું છે આગળ….

આ પણ વાંચો— Heat Stroke: સ્ટેડિયમમાં જવું ભારે પડ્યું! મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

Whatsapp share
facebook twitter