અહેવાલ–રહીમ લાખાણી, રાજકોટ
રાજકોટ (Rajkot)માં હિટ એન્ડ રનની ધટના સામે આવી છે જેમાં એક વિદ્યાર્થીનું નું મોત થયું હતું જ્યારે એક વિદ્યાર્થીની ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કોલેજના સંચાલકોને જાણ થતાં અકસ્માત સ્થળે સ્ટાફ દોડી આવ્યો હતો.
ટ્રકે વિદ્યાર્થિનીના બાઈકને હડફેટે લીધું
હેત્વી ગોરવાડીયા અને તેની મિત્ર જીનીશા વસાણી રાબેતા મુજબ આજે વહેલી સવારે કોલેજ જવા નિકળ્યા હતા. નવા 150 ફૂટ રિંગરોડ પર બંને પહોંચ્યા ત્યારે જ સામેથી આવતી ટ્રકે વિદ્યાર્થિનીના બાઈકને હડફેટે લીધું અને હેત્વી ગોરવાડિયાના માથે ટ્રકનું ટાયર ફળી વળતા તેનું મોત થયું હતું.
અન્ય વિદ્યાર્થીનીને સારવાર માટે ખસેડાઇ
તેની સાથે બીજી વિદ્યાર્થિની જેનષા વસાણી ગંભીર ઇજા પોહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે..જોકે અકસ્માતને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ મોડી આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જોકે પોલીસે આવી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પી.એમ.માટે ખસેડ્યો હતો. અકસ્માત બાદ ભાગેલા ટ્રક ચાલકને ઝડપી લેવાના પ્રયાસો પોલીસે શરુ કર્યા છે.
150 ફૂટ રિંગરોડના નામે નાનો એવો બિસ્માર રોડ
ઘટના બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો કે નવા 150 ફૂટ રિંગરોડ પર 150 ફૂટ રોડ જેવું કઈ લાગતું જ નથી અને નાનો સિંગલ પટ્ટી રોડ છે તથા બાયપાસ રોડ હોવાથી ભારે વાહનો નીકળે છે. બંને તરફના વાહનો એક જ નાના રોડથી સામસામે પસાર થાય છે. તંત્ર દ્વારા નવા 150 ફૂટ રિંગરોડના નામે મોટા મોટા દાવા કરાયા છે પણ 150 ફૂટ રિંગરોડના નામે નાનો એવો બિસ્માર રોડ છે.
અઢીથી ત્રણ કલાક સુધી દીકરીનો મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો
આ ઉપરાંત તેમની દીકરીના મોતનો મલાજો પણ ન જળવાયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. શબવાહિની અકસ્માતના 3 કલાક બાદ આવી હોવાનો તથા પોલીસ પણ મોડી આવી,જેથી અઢીથી ત્રણ કલાક સુધી દીકરીનો મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો—રાજયમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો