+

Dawood Ibrahim : દાઉદ..આલમઝેબ અને માન્યા સુર્વે…અંડરવર્લ્ડની લોહિયાળ ગેંગવોર..

વિશેષ પ્રસ્તુતી–ડો.વિવેક કુમાર ભટ્ટ ડોન દાઉદ ઇબ્રાહિમ(Dawood Ibrahim)…આજે પણ દેશ વિદેશમાં ભારતના આ મોસ્ટ વોન્ટેડ ગુનેગારને સુરક્ષા એજન્સીઓ શોધી રહી છે પણ દરેક વખતે તે મ્હાત આપીને ભાગી ચુક્યો છે.…
વિશેષ પ્રસ્તુતી–ડો.વિવેક કુમાર ભટ્ટ
ડોન દાઉદ ઇબ્રાહિમ(Dawood Ibrahim)…આજે પણ દેશ વિદેશમાં ભારતના આ મોસ્ટ વોન્ટેડ ગુનેગારને સુરક્ષા એજન્સીઓ શોધી રહી છે પણ દરેક વખતે તે મ્હાત આપીને ભાગી ચુક્યો છે. દાઉદ ઇબ્રાહિમે (Dawood Ibrahim) અત્યાર સુધી અનેક વખત મોતને પણ હાથતાળી આપી છે. છેલ્લા 2 દિવસથી દાઉદ ઇબ્રાહિમ(Dawood Ibrahim)ને ઝેર આપવામાં આવ્યું હોવાના અને પાકિસ્તાનની હોસ્પિટલમાં તે જીવન અને મોત વચ્ચે ઝઝુમતો હોવાના અહેવાલો પાકિસ્તાનથી જ આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર દાઉદ જીવતો છે કે મૃત્યું પામ્યો છે તે વિશે જાણવાની દેશ વિદેશમાં ઉત્કંઠા વધી ગઇ છે. દાઉદ ભલે મૃત્યું પામ્યો હોય પણ તે ખરેખર દાઉદ જ છે કે કોઇ અન્ય તે જો કોઇ શોધી શકે તો તે માત્ર ગુજરાતની વડોદરા પોલીસ જ છે.  દાઉદ પકડાય તો પણ તે દાઉદ જ છે કે કેમ તેની જાણકારી પણ માત્ર વડોદરા પોલીસ જ આપી શકે છે. આ અહેવાલમાં અમે આપને જણાવીશું કે 1983માં 11 જૂને રાત્રે વડોદરામાં શું થયું હતું અને ત્યારબાદ દાઉદ કઇ રીતે દેશ છોડીને ભાગી ગયો હતો. આ માહિતી સુપર એક્સક્લયુઝિવ છે અને તે માત્ર ગુજરાત ફર્સ્ટ પાસે જ છે.
તમને ડોનના ભુતકાળ વિશે જાણવાની ઉત્કંઠા વધારી દેશે
અમે અહીં જે ત્રણ એપિસોડમાં આપને માહિતી આપીશું તે માહિતી ગૂગલ પર પણ નહીં હોય..આ સુપર એક્સક્લયુઝિવ માહિતી માત્ર ગુજરાત ફર્સ્ટ પાસે છે અને 1983માં જે થયું તે માહિતી મેળવવા માટે આકરી મહેનત કરવામાં આવી હતી.  ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ પાસે રહેલી આ એક્સક્લયુઝિવ માહિતી અહીં પ્રસ્તુત છે જે તમને ડોનના ભુતકાળ વિશે જાણવાની ઉત્કંઠા વધારી દેશે….
ચમકતી ઈમ્પોર્ટેડ કાર, ઘડિયાળો અને કપડાંનો જમાનો
1947માં દેશને મળેલી આઝાદી બાદ ભારતમાં એક નવો યુગ શરૂ થયો હતો. લોકોની અપેક્ષાઓ વધી ગઇ હતી.સ્ટેટસ સિમ્બોલ વધ્યું હતું. બોલિવૂડનું ગ્લેમર પણ વધ્યું હતું. લોકોમાં ફિલ્મો અને ફિલ્મોનો ભારે ક્રેઝ હતો. ફિલ્મી અભિનેતાઓની નકલ કરવામાં આવી હતી. તે ચમકતી ઈમ્પોર્ટેડ કાર, ઘડિયાળો અને કપડાંનો જમાનો હતો. દરેક વ્યક્તિ અમીર બનવા માંગતો હતો..પોતાના સ્ટેટસની ચિંતા કરવા લાગ્યો હતો. શરીર પર ચમકદાર સફેદ ટાઈટ કપડા, હાથમાં ઈમ્પોર્ટેડ ઘડિયાળ અને આંખોમાં ચશ્મા અને ખાસ હેર સ્ટાઈલ સાથે જીવવાની લોકોની ઈચ્છા બની ગઈ હતી, એટલે જ વધતી માંગને જોતા દેશમાં દાણચોરી ચરમસીમાએ હતી.
હાજી મસ્તાન, કરીમ લાલા અને વરધરાજનનાં નામો જાણીતા બન્યા
દુબઈ અને અખાતમાંથી આયાતી કપડાં, ઘડિયાળો અને બીજી ઘણી વસ્તુઓનું બજાર ગરમ બન્યું હતું. તે સમયે દેશમાં સોના-ચાંદીની આયાત પર પ્રતિબંધ હતો. જેથી ગલ્ફ દેશોમાંથી સોના-ચાંદીની દાણચોરી પણ વધી હતી. વિદેશી સોના-ચાંદીની ભારે માંગ હતી. આ કામમાં સૌથી મોટું નેટવર્ક મુંબઈમાં હાજી મસ્તાન અને કરીમ લાલાનું હતું. તે સમયે હાજી મસ્તાન, કરીમ લાલા અને વરધરાજનનાં નામો જાણીતા બન્યા હતાં પણ તેમનું કામ દાણચોરી પૂરતું જ સીમિત હતું. એક રીતે આ લોકો આ કામ કરતા હતા. તેમનો ધંધો ભલે દાણચોરીનો હતો પણ તેઓ લોકોને મદદ કરતા હતા અને આ જ કારણ છે કે તેઓને લોકોમાં સ્થાન મળ્યું હતું.  કાયદાની નજરમાં તે ગુનેગાર હતા, પરંતુ તેમની છબી એક દયાળુ વ્યક્તિની હતી. કોઈ ખૂનામરકી કે સંઘર્ષ ન હતો.
હાજી મસ્તાન અને કરીમ લાલાના સાગરીતોની મહત્વકાંક્ષા વધી
હાજી મસ્તાન અને કરીમ લાલાનો બધો માલ-સામાન ગુજરાતના દરિયા કિનારે ઉતરી જતો. સુકર બળિયા અને લલ્લુ જોગી તેમાં હુકમના એક્કા હતા. આ બંનેની સંમતિ વિના ગુજરાતના દરિયા કિનારે એક પાંદડું પણ ફરકી શકતું ન હતું. કરોડો રૂપિયાની કિંમતનું સોનું, ચાંદી અને આયાતી સામગ્રી અહીં ઊતરતી હતી. બધું જ સારી રીતે વિકસિત નેટવર્કથી તે ચાલતું હતું.1970-80ના દાયકામાં, અંડરવર્લ્ડના પોતાના સિદ્ધાંતો હતા. આ ડોન તેમના દાણચોરીના ધંધામાં ખુશ હતા અને તેમનું કામ કરતા હતા. કોઈનો જીવ લેવો, કોન્ટ્રાક્ટ કિલિંગ કે દાણચોરીમાં ડ્રગ્સ લાવવું એ બિલકુલ ખોટું હતું. …સમય પસાર થઈ રહ્યો હતો. હાજી મસ્તાન અને કરીમ લાલાની ઉંમર વધતી જતી હતી, તેથી હાજી મસ્તાન અને કરીમ લાલાના હાથ નીચે ઉછરેલા તેમના સાગરિતોનું વર્ચસ્વ વધતું જતું હતું. આ  સાગરિતોનું લોહી ખૂબ જ ગરમ હતું. આગળ વધવાની તેમની ખતરનાક મહત્વાકાંક્ષા હતી અને અંડરવર્લ્ડનો મસીહા બનવાનું સ્વપ્ન હતું. હાજી મસ્તાન રાજકારણમાં આવી ગયો હતો.
દાઉદ અને આલમઝેબ વચ્ચે શરુ થયો સંઘર્ષ
દાઉદ ખુબ શાતિર હતો. દાઉદ ઈબ્રાહિમે પઠાણ ગેંગના ચીફ હાજી મસ્તાન અને કરીમ લાલાની ગેંગને પછાડવાની શરુઆત કરી હતી. આલમઝેબ પણ તેની જ તર્જ પર આગળ વધવા લાગ્યો હતો. દાઉદ અને આલમઝેબ બંને હવે તેમના ગુરુની વાત માનતા ન હતા. દેખીતી રીતે બંનેની ખતરનાક મહત્વાકાંક્ષાઓને લીધે સંઘર્ષ થવો સ્વાભાવિક હતો. દાઉદ અને તેના ભાઈ સાબીરે તેમના નજીકના મિત્ર હાજી ઈસ્માઈલ શરદ શેટ્ટી સાથે મળીને તેમની ડી કંપની શરૂ કરી હતી. અને આલમઝેબે સમદ ખાન, સઈદ બાટલા, અમીરઝાદા સાથે મળીને  પઠાણ ગેંગનો પાયો નાખવાની શરૂઆત કરી હતી.
બે ગેંગસ્ટર વચ્ચે માન્યા સુર્વેની એન્ટ્રી
હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટનો જમાનો હતો. હવે કોન્ટ્રાક્ટ કિલિંગ અને ડ્રગ્સ કાર્ટેલ પણ શરૂ થઈ ગઈ હતી. દાઉદ ઈબ્રાહિમના પોતાના શોખ હતા, પોતાની શૈલી હતી, જે બોલિવૂડથી પ્રેરિત હતી, હાજી મસ્તાનની તર્જ પર, તે ફિલ્મી હસ્તીઓને આમંત્રણ આપતો હતો અને તેની પાકમોડિયા સ્ટ્રીટમાં ઘણા શોનું આયોજન કરતો હતો. 1981માં આ બંને ગેંગ એકબીજાના લોહીના તરસ્યા બની ગઇ હતી. તે સમયે બીજી એક ગેંગનો જન્મ થઈ રહ્યો હતો. માન્યા સુર્વે નામના તે સમયના સૌથી ખતરનાક અને ક્રૂર ગુનેગારે આ ગેંગ રચવાનું સપનું જોયું હતું. માન્યા એક ડાકુ હતો અને કોન્ટ્રાક્ટ કિલિંગ અને લૂંટ કરવામાં ખૂબ જ હોંશિયાર હતો. માન્યાનું વર્ચસ્વ વધી રહ્યું હતું. હકીકતમાં માન્યા સુર્વેને પોતાની ગેંગ બનાવીને ડોન બનવાની મહત્વાકાંક્ષા હતી. શરૂઆતના દિવસોમાં માન્યા સુર્વે દાઉદ સાથે હતો પણ તેને કોઈની નીચે કામ કરવું ગમતું ન હતું. તે દાઉદને ખતમ કરવા માંગતો હતો. મુંબઈ પર રાજ કરવા માટે આલમઝેબને દાઉદ સાથે હરીફાઈ કરવામાં  તેના જેવા માણસની જરૂર હતી. આલમઝેબ અને માન્યા સુર્વે બંનેનો ઉદ્દેશ્ય એક હતો, દાઉદ અને તેની ડી કંપની…
દાઉદના ભાઇની હત્યા બાદ દાઉદના ઘર પર ગોળીબાર
આલમઝેબે માન્યતા સુર્વેને પોતાની સાથે જોડીને સૌથી મોટો ગુનો કર્યો હતો. દાઉદના મોટા ભાઈ સાબીરની મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં રાત્રે લગભગ 11.30 વાગ્યે હત્યા કરવામાં આવી હતી.સાબીરના લગ્ન એક અઠવાડિયા પહેલા જ થયા હતા.સાબીરની સાથે તેની ગર્લફ્રેન્ડ ચિત્રા પણ હતી જેને જીવતી જવા દેવામાં આવી હતી. ઘાયલ સિંહ વધુ ખતરનાક હોય છે, તેથી એક જ રાતમાં ડી કંપનીને ખતમ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો… આ એ રાત હતી જ્યારે પઠાણ ગેંગે નક્કી કર્યું હતું કે તેઓ આખી ડી કંપનીને ખતમ કરી દેશે. પુરી પઠાણ ગેંગ હવે હત્યા બાદ 33 પાકમોડિયા સ્ટ્રીટ તરફ આગળ વધ્યા જ્યાં દાઉદ રહેતો હતો, પરંતુ દાઉદના માણસોને આ વાતની જાણ થઇ ગઇ અને લોખંડનો મોટો દરવાજો બંધ કરી દીધો, ત્યારબાદ બંને વચ્ચે ભારે ગોળીબાર થયો. આ એવો ગોળીબાર હતો જે મુંબઇના ઇતિહાસમાં ક્યારેય થયો ન હતો.
ક્રમશ :
આગળ વાંચો…દાઉદ કેમ ગુજરાત ગયો….
Whatsapp share
facebook twitter