+

NIDJAM 2024 : આજથી અમદાવાદમાં ઐતિહાસીક NIDJAM 2024 નો પ્રારંભ

NIDJAM 2024 : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં આજથી NIDJAM 2024 નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી તથા રમત ગમત મંત્રી હર્ષભાઇ સંઘવીએ NIDJAM 2024 નો…

NIDJAM 2024 : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં આજથી NIDJAM 2024 નો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી તથા રમત ગમત મંત્રી હર્ષભાઇ સંઘવીએ NIDJAM 2024 નો પ્રારંભ કરાવ્યો હતો. NIDJAM 2024 માં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. NIDJAM 2024 માં 616 જિલ્લાના 5558 ખેલાડીઓએ ભાગ લીધો છે. NIDJAM 2024 માં સામાન્ય રેસ, હર્ડલ રેસ,લાંબી કુદ અને ઊંચી કૂદ, શોર્ટ પુટ થ્રો અને ભાલા ફેક સહિતની રમતોનો સમાવેશ કરાયો છે. NIDJAM 2024 રમત ગમત સ્પર્ધા આગામી 2 દિવસ સુધી ચાલશે.

તમે મેદાનમાં પરસેવો નહિ પાડો ત્યાં સુધી તમને સફળતા નહિ મળી શકે

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે NIDJAM 2024 ના પ્રારંભ અવસરે મંચ પર ઊપસ્થિત રમત ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત બધા મહાનુભાવો,ઊપસ્થિત ખેલાડીઓને નમસ્કાર છે. ગુજરાતમાં આયોજીત NIDJAM 2024 એ વાતનું પ્રમાણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સપનું હતું કે રમત ગમત ક્ષેત્રે દેશને આગળ લઇ જવાનું અને અવ્વલ નંબર લાવવાનું સપનું આજે સાકાર થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી હંમેશાં કહે છે કે જ્યાં સુધી તમે મેદાનમાં પરસેવો નહિ પાડો ત્યાં સુધી તમને સફળતા નહિ મળી શકે. ભારત ને ઓલમ્પિકમાં 2023 માં 29 ગોલ્ડ મેડલ સહિત 111 મેડલ મળ્યા હતા.

આ વર્ષે રમત ગમત માટે 376 કરોડનું બજેટ ફાળવાયું

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010માં ખેલ મહાકુંભની શરુઆત કરી હતી. આજે ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનની સંખ્યા 75 લાખ સુધી પહોંચી ગઇ છે. ગુજરાતમાં 2036 માટે ઓલમ્પિક માટે પણ તૈયારી શરુ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે આ વર્ષે રમત ગમત માટે 376 કરોડનું બજેટ ફાળવાયું છે. આ એથ્લેટીક મીટમાં જય પરાજય થતો રહે છે પણ દેશનું નામ રોશન થાય અને દેશ આગળ વધે તે માટે હંમેશા આપણે ધ્યાન રાખવું જોઇએ. NIDJAM 2024 માટે અને આવા અવનવા રમત ગમતના ઇવેન્ટ થતાં રહે તે માટે હું શુભકામના આપું છું.

આ પ્રકારની રમત ગમત સ્પર્ધાથી આ ક્ષેત્રમાં ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકશે

આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે ગુજરાત માટે ઐતિહાસીક ક્ષણ છે. NIDJAM 2024નું આયોજન કરવા માટે તમામનો હું આભાર માનું છું. આજે ખુબ જ ગૌરવનો દિવસ છે અને આજે મોટી સંખ્યામાં ખેલાડીઓ અહીં ઉપસ્થીત છે. તેમણે કહ્યું કે હું રાજ્ય મંત્રી તરીકે અને રાજ્યના નાગરિક તરીકે જો આ આયોજનમાં કોઇ ચૂક રહી ગઇ હોય તો તેના માટે હું માફી માગુ છું. આ પ્રકારની રમત ગમત સ્પર્ધાથી આ ક્ષેત્રમાં ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકશે. આજ સુધી સૌથી ઓછા સમયમાં રમત ગમતની દુનિયામાં સફળતા પ્રાપ્ત થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને આ ખુબ જ ઓછા સમય માં આયોજન કરવામાં આવ્યું છે.

આજે ગુજરાત અનેક રમતોમાં અવ્વલ નંબર પર

હર્ષ સંઘવીએ કહ્યું કે 2010માં ગુજરાતના દરેક ગામમાં ખેલ મહાકુંભની શરુઆત કરવામાં આવી હતી અને બધા જ ખેલાડીઓએ ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. આજે ગુજરાત અનેક રમતોમાં અવ્વલ નંબર પર પહોંચી ગયું છે અને તેથી આવા પ્રકારના અનેક આયોજન થઈ શકે તે માટે બજેટ ફાળવવામાં આવે છે અને ગુજરાત સરકાર અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો હું દિલ થી આભાર માનું છું, હું બધા ખેલાડીઓનો દિલ થી આભાર માનું છું.

અહેવાલ–મૈત્રી મકવાણા, અમદાવાદ 

આ પણ વાંચો—ગુજરાત 16મી ફેબ્રુઆરીથી શરૂ થતી NIDJAM 2024 ની યજમાની માટે તૈયાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter